યુક્રેનના હુમલામાં ઉત્તર કોરિયાના 500 સૈનિકોનાં મોત: રશિયા કાળઝાળ

રશિયાના પક્ષિમી કુર્સ્ક વિસ્તારમાં કીવ દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં 500 ઉત્તર કોરિયન સૈનિકના મોત થયા. મીડિયા અહેવાલ અનુસાર, કુર્સ્ક વિસ્તારમાં સ્ટાર્મ શૈડો મિસાઈલ દ્વારા…


રશિયાના પક્ષિમી કુર્સ્ક વિસ્તારમાં કીવ દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં 500 ઉત્તર કોરિયન સૈનિકના મોત થયા. મીડિયા અહેવાલ અનુસાર, કુર્સ્ક વિસ્તારમાં સ્ટાર્મ શૈડો મિસાઈલ દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ઉત્તર કોરિયાએ રશિયામાં 10 હજારથી વધુ સૈનિકો મોકલ્યાં. આ મહિનાની શરૂૂઆતમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ કહ્યું હતું કે, કુર્સ્કમાં યુદ્ધમાં શામિલ ઉત્તર કોરિયન સૈનિકોને જાનહાનિ થઈ હતી.


મીડિયા અહેવાલ અનુસાર, રશિયાએ કુર્સ્ક વિસ્તારમાં સૈનિકોની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે, જે યુક્રેનની સેનાને પાછળ ધકેલવામાં સફળ પણ થઈ રહી છે. જેમાં યુક્રેને કુર્સ્કના વિસ્તારોમાં કબજો કરેલો 40 ટકાથી વધુ ભાગ ખોઈ દીધો. ઓગસ્ટના હુમલા પછી લગભગ 1376 વર્ગ કિલોમીટર પર યુક્રેનની સેનાએ નિયંત્રણ કર્યુ. જ્યારે હવે લગભગ 800 વર્ગ કિલોમીટર વધ્યું છે.


કુર્સ્ક હુમલામાં કીવનો ઉદ્દેશ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ યુક્રેનમાં રશિયન હુમલાને રોકવાનો હતો. જેમાં શરૂૂઆતમાં લાભ પણ જોવા મળ્યો, પરંતુ હવે રશિયન સેના યુક્રેનના પૂર્વ ડોનેટ્સ્ટમાં આગળ વધી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ કહ્યું કે, એમનું માનવું હતું કે આખા ડોનવાસ ઉપર કબજો કરવાનો રશિયન રાષ્ટ્રપતિનો મુખ્ય ઉદ્દેશ્ય હતો, જેમાં ડોનેટ્સ્ક અને લુહાન્સ્ક વિસ્તાર પણ સામિલ છે. જ્યારે અમને કુર્સ્ક વિસ્તારમાંથી બહાર નીકાળવાની પુતિન માટે સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે. તેઓ અમને 20 જાન્યુઆરી સુધીમાં આ વિસ્તારમાંથી બહાર કાઢવા માગે છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિના શપથ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *