Site icon Gujarat Mirror

જામનગરમાં ગોકુલ દર્શન સોસાયટીમાંથી 468 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

જામનગરમાં રણજીતસાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સિટી એ. ડિવિઝન ની પોલીસ ટુકડીએ દરોડો પાડી 468 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો કબજે કરી લઈ એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે આ દારૂૂના પ્રકરણમાં સંડોવાયેલા જામનગરના અન્ય બે શખ્સોને ફરારી જાહેર કરાયા છે.

સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે રણજીત સાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા કપિલ ધર્મેન્દ્રભાઈ મંગીના રહેણાક મકાનમાં ઈંગ્લીશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો આયાત કરીને સંતાડવામાં આવ્યો છે, જે બાતમીના આધારે સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા અને તેઓની ટીમે દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન મકાનમાંથી 468 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂૂપિયા 4,28600 ની કિંમત નો ઇંગલિશ દારૂૂ કબજે કરી લઇ મકાન માલિક કપિલ ધર્મેન્દ્રભાઈ મંગીની અટકાયત કરી છે.

પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂૂ આયાત કરવામાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા કૌશિક ઈશ્વરભાઈ કનખરા, તેમજ સંદીપ રાજેશભાઈ સોમૈયાની પણ સંડોવણી હોવાથી તે બંનેને ફરારી જાહેર કરાયા છે, અને પોલીસ તેઓને શોધી રહી છે.

Exit mobile version