Site icon Gujarat Mirror

સાવરકુંડલા પાલિકાએ પીજીવીસીએલને 26.97 કરોડનો ચેક આપી દીધો

અમરેલી જિલ્લામાં PGVCL દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી છે. જેમાં 25 ફેબ્રુઆરી 2026 બુધવારથી શરૂૂ થયેલા આ અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા મેગાડીશ કનેક્શન ડ્રાઇમાં કુલ 192 કનેક્શન ડીસ કરેલ છે તેની રકમ રૂૂપિયા 19.73 લાખ થાય છે જેમાંથી 15.25 લાખ રિકવર કરી રૂૂપિયા 5200 નો રી કનેક્શન ચાર્જ સાથે વસુલ કરેલ છે તેમજ નગરપાલિકાની રૂૂપિયા 26.97 કરોડ નો ચેક આપેલ છે આ ઝુંબેશ હજી ચાલુ જ રહેવાની છે માટે વીજ જોડાણ ન કપાય તેના માટે લાઈટ બિલ ભરી દેવા પીજીવીસીએલ દ્વારા અપીલ કરવામાં આવી છે.અંતે ઉલ્લેખનીય છેકે આ કામગીરી માટે અમરેલી જિલ્લાના 29 સબ-ડિવિઝનમાં દસ-દસ માણસોની કુલ 290 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ મેગા ડ્રાઇવ અમરેલી જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં શહેર, ગ્રામ્ય વિસ્તારો અને દરિયાઈ કોસ્ટલ બેલ્ટનો સમાવેશ થાય છે.

Exit mobile version