ઇન્ડિગોના 400 હવાઈ મુસાફરો તુર્કીમાં ફસાયા

તુર્કીયેથી મુંબઈની મુસાફરી કરનાર સેંકડો વિમાન મુસાફરોને ગઇકાલે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આશરે 400 ઇંડિગો મુસાફરો કથિત રીતે ઇસ્તાંબુલ એરપોર્ટ પર 24 કલાક સુધી…

તુર્કીયેથી મુંબઈની મુસાફરી કરનાર સેંકડો વિમાન મુસાફરોને ગઇકાલે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આશરે 400 ઇંડિગો મુસાફરો કથિત રીતે ઇસ્તાંબુલ એરપોર્ટ પર 24 કલાક સુધી ફસાયેલા રહ્યા હતાં. એક મુસાફરના સવાલના જવાબમાં એરલાઇને કહ્યું કે, સંચાલનના કારણે ઉડાનમાં મોડુ થયું હતું. અમુક ઇંડિગો મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને લિંક્ડઇન પર દાવો કર્યો કે, પહેલાં ફ્લાઇટમાં મોડું થવાની વાત કહેવામાં આવી અને બાદમાં સૂચના મળી કે, તેને રદ કરી દેવામાં આવી છે. મુસાફરોમંથી એક અનુશ્રી ભંસાલીએ કહ્યું કે, ઉડાનમાં બે વાર એક-એક કલાકનું મોડું થયું અને બાદમાં તેને રદ કરી દેવામાં આવી, અંતે 12 કલાક બાદ ફરી નવો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *