ગુજરાત

રાજકોટમાં 3500ને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ફરી એપોઇન્ટમેન્ટ લેવાની

Published

on

લર્નિંગમાંથી રેગ્યુલર લાઇસન્સ લેવા જતા લોકોને ધક્કા: ભારે વરસાદને કારણે રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટીફિકેશન કેમેરાને નુકસાન થતા બંધ કરાયેલો ટ્રેક અંતે ફરી શરૂ કરાયો


રાજકોટમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. ત્યારે શહેરની આરટીઓ કચેરીમાં લોકો જ્યાં પોતાનું પાકું લાયસન્સ કઢાવવા માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જાય છે તે ટ્રેક ઉપર પણ ઘણા વૃક્ષો પડી ગયા હતા.જેથી રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટીફીકેશન કેમેરાને નુકસાન થયું હતું.તેમજ ભારે પવનના કારણે કેમેરાના વાયર પણ ખેંચાઈ ચૂક્યા છે જેનું રિપેરિંગ કરવા માટે સમય લાગતા એક અઠવાડિયું ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો છે.એટલે કે, ગત બુધવારથી તારીખ 4 સપ્ટેમ્બરના બુધવાર સુધી પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાય તેમ નથી.

જેને કારણે 3500થી વધુ લોકોને પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની અરજી પેન્ડિંગ પડી રહી છે.આ અંગે રાજકોટ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લાના લોકોને જણાવવાનું કે આરટીઓ રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક તારીખ 4 સપ્ટેમ્બરના બુધવાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક બંધ રહેવાનો છે.જ્યારે આજે તારીખ 5 સપ્ટેમ્બરના ગુરૂૂવારથી ટ્રેક પૂર્વવત શરૂૂ કરવામાં આવ્યો છે. જોકે,તેને લીધે પાકું લાયસન્સ કઢાવવા માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલ અહીં પડી ગયેલા વૃક્ષો ટ્રેક પરથી દૂર કરવામાં આવ્યા છે.વૃક્ષો પડી જતા કેમેરાના વાયરો ખેંચાઈ ગયા છે, જેને લીધે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થવામાં સમય લાગી રહ્યો હતો.જોકે તે પણ હવે રીપેર થઈ જતા કામગીરી ચાલુ કરવામાં આવી છે.


તેમણે અગાઉ જણાવ્યું હતું કે, 29 થી 31 મી ઓગસ્ટ અને તારીખ 2 સપ્ટેમ્બરના રોજ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના ટેસ્ટની કામગીરી ભારે વરસાદ અને પવનના કારણે બંધ કરવામાં આવી હતી.તેમજ તમામ એપોઇન્ટમેન્ટ પાછળના દિવસોમાં રી શેડયુલ કરી આપવામાં આવ્યા છે.


અત્રે નોંધનીય છે કે, પવન અને વરસાદને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, જેને લીધું કેમેરાને પણ નુકસાન પહોંચ્યું છે. જે કેમેરાનું રિપેરિંગ ન થાય ત્યાં સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રાખવામાં આવશે.જેને કારણે એક અઠવાડિયામાં 3500થી વધુ અપોઈન્ટમેન્ટ રી શેડયુલ કરવામાં આવ્યા છે.આ સાથે જ હાલ કોઈ વ્યક્તિને પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટ લેવી હોય તો 15 દિવસ બાદની તારીખ મળે છે.જેને લીધે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

લર્નિંગ લાઇસન્સની મુદ્ત પૂરી થતી હોય તો અરજદારે 150નો ચાંદલો ભરવાનો!

ભારે વરસાદને પગલે આરટીઓ ટ્રેક બંધ હોવાથી લર્નિંગ લાઇસન્સ ધારકોને પાકું લાયસન્સ કઢાવવા માટે છેલ્લા અઠવાડિયાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે,સામાન્ય રીતે લર્નિંગ લાયસન્સની મુદ્દત 6 મહિનાની હોય છે.ત્યારે અરજદારને ડ્રાઇવિંગ ટેસ્ટની ડેટના દિવસે કોઈ ટેક્નિકલ ખામીને કારણે ડ્રાઇવિંગ ટ્રેક બંધ હોય ત્યારે અરજદારે 150 રૂપિયા ભરી લર્નિંગ લાયસન્સ રીન્યુ કરાવી શકે છે તેમને કોઈ કોમ્યુટર ટેસ્ટ આપવાની રહેતી નથી.ત્યારે આરટીઓ કચેરીમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોય અને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રાખવામાં આવ્યું હોય તો અરજદારોએ શા માટે નાણાં ભરવાના?તેવો કચવાટ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા અરજદારોમાં ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version