Uncategorized

26/11ના કાવતરાખોર સાજિદ મીરને પાકિસ્તાનમાં ઝેર અપાયું

Published

on

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકીઓની રહસ્યમયી હત્યાઓ વચ્ચે એક મોટી જાણકારી સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ગ્લોબલ આતંકી અને લશ્કર કમાન્ડર સાજિદને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે મુંબઇમાં થયેલા 26/11 હુમલાનો મુખ્ય ષડયંત્રકારમાંથી એક છે. ગત વર્ષે જૂનમાં એન્ટી ટેરરિજમ કોર્ટે મીરને સજા સંભળાવી હતી તે પછી તે કોટ લખપત જેલમાં બંધ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે જેલની અંદર લશ્કર કમાન્ડરને ઝેર આપવામાં આવ્યું હતું અને તે પછી તે વેન્ટિલેટર પર છે.
સાજિદ મીરને લઇને આ જાણકારી એવા સમયે સામે આવી છે જ્યારે આ રીતના ઇનપુટ મળી રહ્યા હતા કે તેને ડેરા ગાઝી ખાન જેલ મોકલવાની તૈયારી ચાલી રહી છે. મીરને હોસ્પિટલમાં દાખલ કરવાને લઇને સૂત્રોના હવાલાએ આ વાત પણ કહેવામાં આવી રહી છે કે આ વિદેશી તાકાતોને ચમકાવવાની ચાલ હોઇ શકે છે. પાકિસ્તાનની ઉપર લશ્કર કમાન્ડર વિરૂૂદ્ધ કડક એક્શન લેવાનું દબાણ વધતુ જઇ રહ્યું હતું.
આતંકી મીરને ટેરર ફાઇનાન્સિંગ કેસમાં 8 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. સાથે જ તેના પર 4.2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી આ એક્શન ભારે દબાણ પછી ભરવામાં આવ્યું હતું.
ભારતીય જાસુસી વિભાગના સુત્રોનું કહેવું છે કે મીરને ઝેર આપવાની વાત પાકિસ્તાનની ચાલ પણ હોઇ શકે છે. લશ્કર આતંકીને અમેરિકા સમર્પણ કરવાના બચાવનો પ્રયાસ હોઇ શકે છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઇ પહેલા જ સાજિદ મીરના માથા પર 5 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરી ચુકી છે. અમેરિકન સરકારની વોન્ટેડ લિસ્ટમાં મીરનું નામ નોંધાયેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version