ઓનલાઇન ગેમ્સના ચક્કરમાં 12માં ધોરણના વિદ્યાર્થીનો આપઘાત

ગુરુવારે ઓનલાઈન ગેમ્સના વ્યસનને કારણે આત્મહત્યા કરનાર ધોરણ 12ના વિદ્યાર્થી સિદ્ધાર્થના શોકગ્રસ્ત પિતાના આંસુ અટકવાનું નામ નથી લઈ રહ્યા. લખનઉ ભણવા માટે મોકલેલા પુત્રના મૃત્યુના…

ગુરુવારે ઓનલાઈન ગેમ્સના વ્યસનને કારણે આત્મહત્યા કરનાર ધોરણ 12ના વિદ્યાર્થી સિદ્ધાર્થના શોકગ્રસ્ત પિતાના આંસુ અટકવાનું નામ નથી લઈ રહ્યા. લખનઉ ભણવા માટે મોકલેલા પુત્રના મૃત્યુના સમાચારથી પૂરો પરિવાર આઘાતમાં છે. પિતા રવિન્દ્ર પ્રતાપ સિંહ ફરિયાદ કરે છે કે જો સરકારે હાલમાં ઓનલાઈન ગેમ્સ પર જે પ્રતિબંધ લાદ્યો છે તે પહેલા લગાવી દીધો હોત તો તેમના પુત્રનો જીવ સુરક્ષિત હોત.

આઝમગઢના બહેરાના મૂળ રહેવાસી મેડિકલ રિપ્રેઝન્ટેટિવ રવિન્દ્ર પ્રતાપ સિંહનું ગોમતી નગરમાં ઘર છે. ગુરુવારે રાત્રે તેમના 18 વર્ષના પુત્ર સિદ્ધાર્થે આ ઘરમાં આત્મહત્યા કરી હતી. રૂૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેમણે અંગ્રેજીમાં લખ્યું હતું કે ઘરમાં બધા લોકો તેના ગેમ રમવાના વ્યસનથી પરેશાન છે.
મેં ઘણી કોશિશ કરી પણ આ વ્યસન છૂટતુ નથી. પપ્પા મેં એક મિત્ર પાસેથી એક હજાર રૂૂપિયા ઉછીના લીધા હતા અને તે ગુમાવી દીધા હતા. પૈસા તેને આપી દો. મને ડર છે કે મારા વધુ પૈસા ગુમાવી દઈશ, તેથી હું આ પગલું ભરી રહ્યો છું. કૃપા કરીને બધા પોતાનું ધ્યાન રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *