ગુજરાત

રાજકોટમાં ધીમી ધારે વધુ 1। ઈંચ, મોસમનો કુલ વરસાદ 14 ઈંચને પાર

Published

on

રાત્રીના પાંચ કલાક દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં 27 મીમી, વેસ્ટ ઝોનમાં 31 મીમી, ઈસ્ટ ઝોનમાં 17 મીમી વરસ્યો

શહેરીજનો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. છતાં મેઘરાજા મનમુકીને વરસતા નથી હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેથી ગઈકાલે રાત્રીના વાદળોએ જમાવટ બોલાવતા વરસાદ તુટી પડશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ રાત્રીના બે વાગ્યે ધીમીધારે અને ઝાપટા સ્વરૂપે શરૂ થયેલ વરસાદ સવારે 7 વાગ્યા સુધી ચાલુ રહેતા સવા ઈંચ પાણી વરસી ગયું હતું. જેના લીધે મોસમનો કુલ વરસાદ 14 ઈંચને પાર થઈ ગયો છે.


રાજકોટ શહેરમાં ગઈકાલે સમીસાંજથી વાદળોની જમાવટ શરૂ થતાં રાત્રીના સમયે વરસાદ તુટી પડવાની સંભાવના જોવાઈ રહી હતી. ત્યારે મોડી રાત્રે બે વાગ્યે ધીમીધારે વરસાદ વરસવો શરૂ થયો હતો. નાના-મોટા ઝાપટા સ્વરૂપે સવારે 7 વાગ્યા સુધી ચાલુ રહેતા સેન્ટ્રલઝોન વિસ્તારમાં 27 મીમી, મૌસમનો કુલ 388 મીમી તથા વેસ્ટઝોન વિસ્તારમાં 31 મીમી મૌસમનો કુલ 393 મીમી અને ઈસ્ટઝોનમાં 17 મીમી મૌસમનો કુલ 288 સહિત ત્રણેય ઝોનમાં સરેરાસ 1069 મીમી વરસાદ વરસી ગયો છે. જે 14.24 ઈંચ થવા જાય છે. મહાનગરપાલિકાના ફાયર વિભાગના આંકડા મુજબ રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રીથી સવાર સુધીમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા 32.4 મીમી અને ફ્લડ ક્ધટ્રોલ વિભાગ દ્વારા 24 મીમી વરસાદ નોંધાયો છે. આજે સવારે સાત વાગ્યા બાદ વરસાદ બંધ થઈ ગયો હોય તેમજ આ લખાય છે ત્યારે બપોરે વાદળછાયા વાતાવરણ વચ્ચે સુર્યનારાયણ દર્શન દેતા સાંજે ફરી વખત વરસાદ આવવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version