શાપર-વેરાવળમાં ટ્રેન હેઠળ પડતું મૂકી યુવકનો આપઘાત

શાપર વેરાવળમા સર્વોદય સોસાયટી પાછળ રાજકોટ – સોમનાથ ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાને આપઘાત કરી લીધો હતો પોલીસે મૃતકનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી આપઘાત પાછળનુ…

શાપર વેરાવળમા સર્વોદય સોસાયટી પાછળ રાજકોટ – સોમનાથ ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાને આપઘાત કરી લીધો હતો પોલીસે મૃતકનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી આપઘાત પાછળનુ કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વીગત મુજબ વેરાવળ ગામની સીમ વિસ્તારમા આવેલી સર્વોદય સોસાયટી પાછળ આશરે 25 વર્ષના યુવાને રાજકોટ – સોમનાથ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની જાણ થતા શાપર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરુરી કાર્યવાહી કરી યુવકનાં મૃતદેહને રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડયો હતો . પોલીસે મૃતક યુવકનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી આપઘાત પાછળનુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.