Site icon Gujarat Mirror

મનપાની તમામ મિલકતો પરથી પસાર થતા કેબલો 4દિ’માં દૂર કરવા આદેશ

oplus_2097152

મુદ્ત પૂર્ણ થયે તંત્ર દ્વારા તમામ કેબલો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે

મહાનગરપાલિકા દ્વારા તેમની માલિકીના ઓવર બ્રિજ, અંડર બ્રિજ, લાઇટીંગ પોલ, હોર્ડિંગસ, વોર્ડ ઓફિસ સહિતની પ્રિમાઇસી ઉપરથી નીકળતા કેબલ નેટર્વકના વાયરો તેમજ બોર્ડ બેન્ડ અને અન્ય એજન્સીઓ દ્વારા કાઢવામાં આવેલા તમામ વાયરો ચાર દિવસમાં દૂર કરવાના આદેશ કરવામાં આવ્યા છે.

તમામ પ્રકારના વાયરો એજન્સી દ્વારા અથવા કંપનીઓ દ્વારા જાતે દૂર કરવામાં નહીં આવેતો ચાર દિવસ બાદ મનપા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી કેબલ હટાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમાઈસીસ ઉપર લગાવેલા કેબલ નેટવર્કના વાયરો, બ્રોડબેન્ડ નેટવર્કના વાયરો, ટેલીવિઝનના વાયરો સહીત અન્ય કોઇપણ પ્રકારના વાયરો દિવસ-4માં દુર કરવા જે-તે એજન્સીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચના આપવામાં આવી છે.

જો જે-તે એજન્સી દ્વારા દિવસ-4માં જાતે દુર નહી કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના તમામ વાયરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમાઈસીસ જેવી કે, શહેરમાં આવતા તમામ ઓવરબ્રિજ/અન્ડરબ્રિજ, પોલ, હોર્ડીંગ્સ વિગેરે જેવી પ્રિમાઈસીસમાં જે તે કેબલ નેટવર્ક એજન્સી, ટેલિવીઝન નેટવર્ક, બ્રોડબેન્ડ નેટવર્ક એજન્સીને દિવસ-4માં આ પ્રકારના વાયરો દુર કરી લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચના આપવામાં આવે છે. જો જે-તે એજન્સી દ્વારા દિવસ-4માં આ પ્રકારના વાયરો દુર કરવામાં નહી આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વાયરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ એન્ક્રોયમેન્ટ ઓફિસર અને એડી.સીટી એન્જી. (રોશની શાખા)એ જણાવેલ છે.

અગાઉ વીજપોલ ઉપરથી કેબલો ઉતારવાની થયેલ જાહેરાત કાગળ ઉપર
મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા સ્ટ્રીટ લાઇટના વીજપોલ ઉ5રથી પ્રસાર થતા દરેક પ્રકારના પ્રાઇવેટ કેબલ વાયરો દૂર કરવાની સૂચના આપવામાં આવેલ જેની મુદ્દત પણ પૂર્ણ થઇ ગયેલ છે. છતા આ જાહેરાત માત્ર કાગળ ઉપર રહી ગઇ હોય તેમ આજે પણ શહેરમાં આવેલા તમામ વીજપોલ ઉપરથી ખાનગી કંપનીઓના વાયરોના ફિંડલાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી વખત મનપાએ તમામ પ્રિમાઇસી ઉપર વાયરો દૂર કરવા માટે ચાર દિવસનો સમય આપવામાં આવ્યો છે. જે મુદ્દત પૂર્ણ થયા બાદ ઝૂંબેશ શરૂ થશે કે, કેમ તે અંગેની ચર્ચા જાગી છે.

Exit mobile version