Site icon Gujarat Mirror

ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

68 નગરપાલિકા, જૂનાગઢ કોર્પોરેશન અને તાલુકા પંચાયતોના 220થી વધુ સુકાનીઓ નકકી કરવા કવાયત

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષધ્યાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂૂ થઇ ગઇ છે. જેમાં 68 નગરપાલિકા પ્રમુખોની નિમણુક અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જુનાગઢ મેયર અને હોદ્દેદારોના નામ કરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં 220થી વધુ હોદ્દેદારોના નામ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠકની શરૂૂઆતમાં ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા પાલિકાના હોદ્દેદારો ચર્ચા વિચારણા અંગે થશે. આ બેઠક મોડી સાંજ સુધી ચાલશે.

ત્યારબાદ જૂનાગઢ મનપા, 3 તાલુકા પંચાયત અને બીજેપી શાસિત પાલિકાના હોદ્દેદારો અંગે મંથન કરવામાં આવશે. મોટાભાગના નામો આજે જ પૂર્ણ કરવાની બીજેપીની તૈયારી જોવા મળી રહી છે. આ ઉપરાંત આગામી ચૂંટણીને લઇને આયોજન અને પ્લાન વિશે ચર્ચા કરવામાં આવશે. જો કોઈ ચર્ચા બાકી રહી જશે તો 5 તારીખે સવારે ફરી બેઠક મળશે.

Exit mobile version