શહેરની ભાગોળે મોટેડોમા આવેલા રામ પાર્કમા ચાવી સંતાડી દેવા મુદે યુવાને ઠપકો આપતા પાડોશી શખસ સહીત ત્રણએ લોખંડનાં સળીયા વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મેટોડામા આવેલા રામ પાર્કમા રહેતો જુનુપ્રસાદ ભરતપ્રસાદ રામાનંદ (ઉ.વ. 3પ ) રાત્રીનાં નવેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘર પાસે હતો. ત્યારે પાડોશમા રહેતા બ્રિજેશ નામનાં શખસે સ્કુટરની ચાવી સંતાડી દીધી હતી. જે મુદે જુનુપ્રસાદ રામાનંદે ઠપકો આપતા બ્રિજેશ સહીતનાં શખસોએ લોખંડનાં સળીયા વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
બીજા બનાવમા પોપટપરામા રહેતા ઘનશ્યામભાઇ ભીમજીભાઇ ધરજીયા (ઉ.વ. 46) રાત્રીનાં સમયે રઘુનંદન સોસાયટીમા હતા. ત્યારે રવી નામનાં શખસે ઝઘડો કરી માથામા માટલુ મારી દીધુ હતુ. પ્રૌઢને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

