કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના મેળામાં લાખો ભાવિકો ઉમટ્યા

દરિયામાં પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી, રાજવી પરિવારે નિષ્કલંક દાદાને વિધિવત ધજા ચડાવી: એસ.ટી. અને પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી ભાવનગરના ઐતિહાસિક અને પવિત્ર તીર્થધામ કોળિયાક ખાતે…

દરિયામાં પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી, રાજવી પરિવારે નિષ્કલંક દાદાને વિધિવત ધજા ચડાવી: એસ.ટી. અને પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી

ભાવનગરના ઐતિહાસિક અને પવિત્ર તીર્થધામ કોળિયાક ખાતે આવેલ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત ભાદરવી અમાસનો લોકમેળો ભક્તિસભર વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે. શ્રાવણ માસની ભાદરવી અમાસના પવિત્ર અવસરે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ઉમટી પડેલા લાખો શ્રદ્ધાળુઓના મહેરામણે દરિયાઈ સ્નાન કરી નિષ્કલંક દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ મેળો પાંચ હજાર વર્ષથી પણ વધુ જૂની પૌરાણિક માન્યતા ધરાવે છે. કુરુક્ષેત્રના યુદ્ધ બાદ પાંડવો તેમના સ્વજનોની હત્યાના કલંકમાંથી મુક્ત થવા ભગવાન કૃષ્ણના કહ્યા મુજબ ભારતના અનેક તીર્થસ્થાનોમાં ભ્રમણ કરી રહ્યા હતા. જ્યારે તેઓ કોળિયાકના દરિયાકિનારે પહોંચ્યા ત્યારે તેમની કાળી ધજા સફેદ થઈ હતી અને તેઓ કલંકમુક્ત થયા હતા. આથી પાંડવોએ અહીં શિવલિંગની સ્થાપના કરી તેને ’નિષ્કલંક મહાદેવ’ નામ આપ્યું હતું. જે દિવસે પાંડવો કલંકમુક્ત થયા તે દિવસ શ્રાવણ વદ અમાસનો હતો, જેને ભાદરવી અમાસ તરીકે ઓળખવામાં આવે છે.

મેળાની શરૂૂઆત ગુરૂવારે સાંજથી થઈ હતી. શુક્રવારે વહેલી સવારે અમાસના પવિત્ર દિવસે દરિયામાં ઓટ આવતા જ ઓસરેલા પાણી વચ્ચે શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન માટે ઉતરી પડ્યા હતા. દર વર્ષની પરંપરા મુજબ શુક્રવારે સવારે ભાવનગર રાજવી પરિવાર દ્વારા નિષ્કલંક દાદાને વિધિવત ધજા ચડાવવામાં આવી હતી, ત્યારબાદ શ્રદ્ધાળુઓ માટે દર્શન ખુલ્લા મૂકાયા હતા. સમગ્ર મેળા દરમિયાન કોઈ અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ, લાઈટ, પીવાના પાણી, માઈક સિસ્ટમ, આરોગ્ય સુવિધા, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ અને દરિયામાં બચાવ માટે બોટ સહિતની સુચારુ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
શ્રદ્ધાળુઓની અવરજવર માટે એસ.ટી. તંત્ર દ્વારા ભાવનગર સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી હોઈડડ (કોળિયાક) અને ભાવનગર ઘોઘાજકાતનાકા (શિવાજી સર્કલ)થી હોઈડડ (કોળિયાક) માટે વધારાની એસ.ટી. બસો ચલાવવામાં આવી હતી, જેનાથી મુસાફરોને મોટી રાહત મળી હતી.

બીજી તરફ, મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા અભેદ સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું હતું. રેન્જ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધીક્ષકના માર્ગદર્શન હેઠળ સીસીટીવી અને ડ્રોન કેમેરા દ્વારા કંટ્રોલ રૂૂમમાંથી સમગ્ર મેળા પરિસરનું 24 કલાક રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષામાં એસ.પી., એ.એસ.પી., પી.આઈ., પી.એસ.આઈ. સહિત પોલીસ જવાનો, સાગર રક્ષક દળ (SRD), ગ્રામ રક્ષક દળ (GRD), હોમગાર્ડ્સ અને તાલીમબદ્ધ સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાદા ડ્રેસમાં ’શી ટીમ’ તથા અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમોએ સતત પેટ્રોલિંગ કર્યું હતું.

કોળિયાક ગ્રામ પંચાયતના 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂૂમ અને તંત્રના સંકલનને કારણે સમગ્ર ભાદરવી અમાસનો મેળો નિર્વિધ્ને પૂર્ણ થયો હતો.ના દિવસે પિતૃઓ માટે કરવામાં આવતા સ્નાન, દાન અને ધાર્મિક વિધિઓનું વિશેષ મહત્વ છે. આ દિવસે જરૂરિયાતમંદોને અનાજ અને વસ્ત્રો જેવી ચોક્કસ વસ્તુઓનું દાન કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા છે કે અમાવસ્યાના દિવસે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું દાન પિતૃઓના આશીર્વાદ અપાવે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. જો તમે આ અમાવસ્યા પર દાન કરવાનું વિચારી રહ્યા હોવ, તો કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે અને પિતૃઓને સમર્પિત આ દિવસનું મહત્વ શું છે તે જાણવું ઉપયોગી રહેશે.

ભાદ્રપદ અમાવસ્યા પર અનાજનું દાન
અમાવસ્યાના દિવસે અનાજનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. જરૂરિયાતમંદોને લોટ, ચોખા, દાળ અને ઘઉં જેવી ખાદ્ય સામગ્રીનું દાન કરી શકાય છે. એવી માન્યતા છે કે અનાજનું દાન કરવાથી ઘરમાં ક્યારેય અન્ન કે સંપત્તિની અછત સર્જાતી નથી અને પરિવાર પર પિતૃઓની કૃપા બની રહે છે.

કાળા તલનું દાન શુભ માનવામાં આવે છે
પિતૃઓ માટે કરવામાં આવતી વિધિઓમાં કાળા તલનું વિશેષ મહત્વ છે. અમાવસ્યાના દિવસે કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનો ઉપયોગ ‘તર્પણ’ (પિતૃઓને જળ અર્પણ કરવું) અને પિતૃ સંબંધિત અન્ય વિધિઓમાં પણ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, કાળા તલનું દાન કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે; આ દાન જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકાય છે.

વસ્ત્રો અને પગરખાંનું દાન
અમાવસ્યાના દિવસે જરૂરિયાતમંદોને વસ્ત્રોનું દાન કરવું પણ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને ઋતુને અનુરૂપ વસ્ત્રો આપી શકાય છે. તેવી જ રીતે, જરૂરિયાતમંદોને પગરખાં (ચંપલ-બૂટ) દાન કરવાની પણ પરંપરા છે.

ગોળ અને ઘીનું દાન
ભાદ્રપદ અમાવસ્યા પર ગોળ અને ઘીનું દાન પણ કરી શકાય છે. ધાર્મિક માન્યતાઓમાં ગોળને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. જરૂરિયાતમંદોને ગોળ, ઘી કે ખાદ્ય સામગ્રીનું દાન કરવાથી આધ્યાત્મિક પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમ માનવામાં આવે છે.

પિતૃઓ માટે તર્પણ અને દાન
ભાદ્રપદ અમાવસ્યાના દિવસે માત્ર દાન જ નહીં, પરંતુ પિતૃઓ માટે તર્પણ અને પ્રાર્થના પણ કરવામાં આવે છે. જે લોકો યોગ્ય વિધિઓથી પરિચિત છે તેઓ પરંપરા અનુસાર તર્પણ અને પિતૃ સંબંધિત અન્ય વિધિઓ કરી શકે છે. આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન કરાવવું તેમજ અન્ન અને વસ્ત્રોનું દાન કરવું એ પણ પાળવામાં આવતી ધાર્મિક પરંપરાઓમાં સામેલ છે. એવી માન્યતા છે કે પૂર્વજોને આદરપૂર્વક યાદ કરવાથી અને તેમના સન્માનમાં સત્કર્મો કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિની આશા સાથે આ કાર્યો કરવામાં આવે છે.