Site icon Gujarat Mirror

માધાપર ચોકડી પાસે યુવકનો આર્થિક ભીંસથી આપઘાતનો પ્રયાસ

oplus_2097184

માધાપર ચોકડી પાસે રહેતા યુવાને આર્થીક ભીંસથી કંટાળી ફીનાઇલ પી લીધુ હતુ.આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે આવેલ રેસીડેન્સીમા રહેતા અને પ્રીયેશ વલ્લભભાઇ સુરેજા નામનાં 33 વર્ષનાં યુવાને રાત્રીનાં દશેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતો. ત્યારે આર્થીક ભીંસથી કંટાળી ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો.

બીજા બનાવમા સાધુ વાસવાણી રોડ પર આવેલા આરએમસી કવાર્ટરમા રહેતા વિક્રમ માવજીભાઇ જાદવ નામનાં 3પ વર્ષનાં યુવાને સાંજનાં સાડા પાચેક વાગ્યાનાં અરસામા ઘરની ચિંતામા ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version