Site icon Gujarat Mirror

પંચાયત ચોકમાં યુવાને પોતાની જાતે હાથ ઉપર છરી ફેરવી દીધી

શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પંચાયત ચોકમાં પોતાના ઘરે હતો. ત્યારે પોતાની જાતે હાથમાં છરી વડે કાપા માર્યા હતાં. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત ચોક પાસે રહેતો ઉમેશ દિપ નારાયણ નામનો 15 વર્ષનો યુવાન રાત્રીનાં સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર પોતાની જાતે પોતાના હાતમાં છરી વડે કાપા માર્યા હતાં. યુવાનને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતી રેશ્માબેન માનિકભાઈ શેખ નામની 20 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર કપડા સાફ કરવાનો પાવડર પી ગઈ હતી. પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version