Site icon Gujarat Mirror

હડાળામાં પત્ની સાથે કામ મુદ્દે બોલાચાલી થતા પતિએ વખ ઘોળ્યુ

થાનના યુવાને એસ્ટ્રોન ચોકમાં કફ સીરપની દવા પી લેતા તબિયત લથડી

શહેરની ભાગોળે આવેલા હડાળા ગામે રહેતા દંપતી વચ્ચે કામ મુદે રકઝક થતા પતિએ ઝેરી દવા પી લીધી હતી યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ હડાળા ગામે રહેતા સુરેશ નરશીભાઇ સોઢા નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાનાં અરસામા બીજાની વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો પ્રાથમીક પુછપરછમા સુરેશ સોઢા બે ભાઇ બે બહેનમા વચ્ચેટ છે . અને તેને સંતાનમા બે પુત્ર અને એક પુત્રી છે પત્ની પુજાબેન સાથે કામ બાબતે બોલાચાલી થતા વખ ઘોળ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમા થાનમા આવેલા આંબેડકરનગરમા રહેતા સ્મિત મનીષભાઇ રાઠોડ નામનો 21 વર્ષનો યુવાન રાજકોટમા આવેલા એસ્ટ્રોન ચોકમા હતો ત્યારે કોઇ અકળ કારણસર કફ સીરપની દવા પી લીધી હતી યુવાનની તબીયત લથડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version