Site icon Gujarat Mirror

જામનગરમાં ખાનગી બસમાં આગ લગાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો

જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગત 24મી જાન્યુઆરી ના રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી. જે બનાવ બાદ નજીકના સીસીટીવી કેમેરામાં એક વ્યક્તિ બસમાં આગ ચાંપીને જતો રહ્યો હોય, તેવા ફૂટેજ સામે આવ્યા બાદ બસ માલિકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, જેને પોલીસ શોધી રહી છે.

જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગત 24મી જાન્યુઆરી ના રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી. જે બનાવની જાણ થતાં ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે દોડી જઇ આગને બુઝાવી હતી.

બસના માલિક કારખાનેદાર નિશાંતભાઈ ડોબરીયા કે જેઓએ જે તે વખતે પોલીસને જાણ કરી હતી. જેઓએ કોઈ વ્યક્તિ દ્વારા બસને આગ લગાવી દેવાની શંકા પણ વ્યક્ત કરી હતી. દરમ્યાન જે સ્થળે બસ પાર્ક કરી હતી, તે સ્થળે લગાવવામાં આવેલા એક કારખાના ના સીસીટીવી કેમેરામાં રાત્રિના 11.30 વાગ્યા આસપાસ એક વ્યક્તિ બસ પાસે આવ્યો હતો, અને આંગ ચાંપીને ચૂપચાપ ચાલ્યો ગયો હતો. જે ફૂટેજ ના આધારે બસ માલિક નિશાંત ડોબરીયાએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં પોતાની રૂૂપિયા 16 લાખની કિંમતની બસ સળગાવી નાખવા અંગેની ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલામાં સીસીટીવી નું ફૂટેજ કબજે કર્યું છે, જેમાં એક અજાણ્યો શખ્સ રાત્રિના સમયે પગપાળા ચાલીને આવ્યો હતો, અને બસની બારીનો કાચ તોડીને અંદર ઘૂસ્યો હતો. તે દ્રશ્ય કેદ થયું છે. ત્યારબાદ બસની અંદર આગ ચાપી તેમાંથી બહાર નીકળીને ભાગી છૂટ્યો હતો. જેના ફૂટેજ અને અન્ય આસપાસના સીસીટીવી કેમેરાઓના વર્ણનના આધારે પોલીસ ટુકડી બસ સળગાવનારને શોધી રહી છે.

Exit mobile version