Site icon Gujarat Mirror

જામજોધપુર નજીક કાર-પીકઅપ વાન વચ્ચેના અકસ્માતમાં કારસવાર યુવાનનું મોત

જામનગર જિલ્લાના જામજોધપુર નજીક એક હોન્ડા સિટી કાર તેમજ બોલેરો પીકપ વેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હોન્ડા સિટી કારના ચાલકને ઈજા થઈ છે, જયારે તેની સાથે બેઠેલા અન્ય એક યુવાનનું ગંભીર ઇજા થવાથી કરૂૂણ મૃત્યુ નીપજ્યું છે.


આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મુળ કલ્યાણપુર તાલુકા ના રાવલ ગામનો વતની નરેશ બાબુભાઈ સોલંકી નામનો 30 વર્ષનો યુવાન પોતાની બોલેરો પીકપ વેનમાં મગફળી ભરીને જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં જઈ રહ્યો હતો.જે દરમિયાન માર્કેટિંગ યાર્ડ પાસે સામેથી આવી રહેલી જી જે. -3 સી. એ. 2386 નંબરની હોન્ડા સિટી કારના ચાલકે ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હોન્ડા સિટી કારના ચાલક સુનિલભાઈ કાંતિલાલ મકવાણા ને ઈજા થઈ હતી, જ્યારે તેની સાથે બાજુની સીટમાં બેઠેલા કમલકુમાર ઘનશ્યામભાઈ નામના અન્ય એક યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.આ અકસ્માતના બનાવની જાણ થતા જામજોધપુરના પી.એસ.આઇ. એમ. એલ. ઓડેદરા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version