પાનેલીમાં સગીરાએ ઝાડમાં લટકી અને વાંકાનેરમાં આધેડે ઝેર પી જીવન ટૂંકાવ્યું
મોરબી અને વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના ત્રણ બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે મધ્યપ્રદેશમાં અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીએ પોલીસમાં પકડાઈ જવાની બીકે આપઘાત કરી લીધાનું સામે આવતા પોલીસે તપાસ ચલાવી છે.
પ્રથમ બનાવમાં મોરબીના પાનેલી/ગીડ્ચ ગામે રહેતા સંજ્નાબેન રણછોડભાઈ રાઠોડ (ઉ.વ.17) નામની સગીરાએ કોઈ કારણોસર વાડીએ જાંબુડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરલી લીધો હતો બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં ડેલ્ટા સિરામિકમાં કામ કરતા રાહુલ અનવર ભાભોર (ઉ.વ.20) નામના યુવાને લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વિરુદ્ધ નાલીછા પોલીસ સ્ટેશન મધ્યપ્રદેશમાં અપહરણનો ગુનો દાખલ થયો હતો અને પોલીસમાં પકડાઈ જવાની બીકે આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.
ત્રીજા બનાવમાં વાંકાનેર આરોગ્યનગર શેરી નં 03 માં રહેતા સીદીક મામદ ખલીફા (ઉ.વ.53) નામના આધેડ પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી લેતા મોત થયું હતું મોરબી અને વાંકાનેર પોલીસે ત્રણેય બનાવો મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બોલેરો હડફેટે મોત
મોરબી માળિયા બાયપાસ રોડ પર 74 વર્ષીય વૃદ્ધ રોડ સાઈડમાં લીલું નીરણ વેચતા હતા ત્યારે પુરપાટ જતા બોલેરો ચાલકે વૃદ્ધને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી ગંભીર ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું છે.
મોરબી ઘુઆતી વાડી વિસ્તારમાં રહેતા મહેશભાઈ જેઠાભાઈ અગેચણીયા (ઉ.વ.33) વાળાએ બોલેરો જીજે 36 વી 8562 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ક મોરબી માળિયા બાયપાસ રોડ ગાયત્રી આશ્રમ સામે ફરિયાદીના મોટા બાપુ પ્રભુભાઈ મુળજીભાઈ અગેચણીયા (ઉ.વ.74) રોડ સાઈડમાં લીલું નીરણ વેચતા હતા ત્યારે બોલેરો ચાલકે હડફેટે લેતા દાઢી અને ગાલ પર ઈજા પહોંચતા તેજ હાથ અને પગમાં ઈજા થતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં વૃદ્ધનું મોત થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. આ ઉપરાંત બીજા બનાવમાં મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા બીજા માળે આવેલ ડાઉન ટાઉન સ્પામાં ચેકિંગ કર્યું હતું જ્યાં બે સ્પા વર્કરના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં જમા નહિ કરાવનાર આરોપી સ્પા સંચાલક આરીફ ગુલામ બેલીમ (ઉ.વ.26) વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગની કાર્યવાહી કરવામાં આવી છે એ ડીવીઝન પોલીસ મથકમાં જાહેરનામાં ભંગનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે.
