ક્રાઇમ
દારૂના ગુનામાં નાસતો ફરતો પટેલ કોલોનીનો શખ્સ ઝડપાયો
જામનગર શહેરમાં દારૂૂબંધીના કાયદાનો ભંગ કરવાના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી વનરાજસિંહ શિવુભા વાઢેર ઉર્ફે મુન્ના વાંગડને પોલીસે પટેલ કોલોની વિસ્તારમાંથી ઝડપી લીધો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, થોડા સમય પહેલા જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં દારૂૂબંધીનો ભંગ કરવાનો ગુનો બન્યો હતો. આ ગુનામાં વનરાજસિંહ શિવુભા વાઢેર ઉર્ફે મુન્ના વાંગડ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું. ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.
પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. અંતે પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે પટેલ કોલોની વિસ્તારમાં વ્યાપક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી પટેલ કોલોની શેરી નં. 9માં હોવાની માહિતી મળતા પોલીસે ત્યાં દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો.
આરોપીની ધરપકડ સાથે પોલીસે દારૂૂબંધીના ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, દારૂૂબંધીનો ગુનો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને શહેરમાં દારૂૂબંધી કાયદો કડકપણે અમલમાં રાખવામાં આવશે.