Site icon Gujarat Mirror

વેરાવળમાં બોટ દ્વારા લવાયેલો 400 પેટી દારૂ ઝડપાયો

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસ.એમ.સીનો દરોડો, 13ની ધરપકડ

વેરાવળ શહેરમાં થર્ટી ફસ્ટ પૂર્વે દરિયાઈ માર્ગે આવેલ લાખોની કિંમતનો 400 પેટી જેટલો વિદેશી દારૂૂનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે ઝડપી લેતા ચકચાર પ્રસરી છે. આ દારૂૂના જથ્થા સાથે ફિશિંગ બોટ, વાહનો મળી લાખોના મુદામાલ સાથે 13 જેટલા શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ બંદર ના નલિયા ગોદી વિસ્તારમાં રાત્રીના અંદાજે ત્રણ વાગ્યા આસપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે દરોડો પાડ્યો હતો.

જ્યાં બંદરના કાંઠે લાંગરેલ મહારાષ્ટ્ર પાસીંગની રામ સાગર 4 (IND-GJ-21-MM-82) નંબરની ફિશિંગ બોટમાંથી 400 પેટી થી વધુ વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂૂનો જથ્થો દમણથી દરિયાઈ માર્ગે અત્રે લવાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં ફિશીંગ બોટ, વાહનો સહિત લાખોના મુદામાલ સાથે 13 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.એસએમસી ની ટીમે દારૂૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર અંગે ફિશિંગ બોટ સાથે ઝડપાયેલા શખ્સો ની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે. આ મામલે સીટી પોલીસમાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે અને મોડી સાંજ સુધી એસ એમ સી ની કાર્યવાહી ચાલી રહી હોવાથી અધિકારીઓ દ્વારા કોઈ વિગતો જાણવા મળી ન હતી.

Exit mobile version