Site icon Gujarat Mirror

વોર્ડ નં.2માં ભાજપના પ્રભારીની હાજરીમાં ધારાસભ્ય સામે કાર્યકરોનો હોબાળો

મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદ શરૂૂ થઈ ચૂક્યું છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધ દવે જ્યારે રાજકોટ આવ્યા હતા તે સમયે વોર્ડ 2ના કાર્યક્રમમાં તેઓ સહભાગી થયા હતા પરંતુ તે જ સમયે કાર્યકરોએ ધારાસભ્ય દર્શિતા શાહનો વિરોધ દર્શાવ્યો હતો. હાલ કહી શકાય કે શહેર ભાજપમાં ઉકળતો ચરુ હજુ શાંત પડ્યો નથી. ત્યારે વિધાનસભા 69 ના વિવિધ વોર્ડમાં ડોક્ટર દર્શિતા શાહ વિરુદ્ધ ભારે ઉહાપો મચ્યો છે. ભાજપના આંતરિક વર્તુળો અને વોર્ડ કાર્યકરોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરૂૂધ્ધ દવેની હાજરીમાં વોર્ડ નં.2ના કાર્યકર મિલન કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અને વોર્ડ નં.2ના કોર્પોરેટર રહી ચુકેલા ડો. દર્શિતાબેન શાહનો વિરોધમાં કાર્યકરોએ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરૂૂધ્ધ દવેની હાજરીમાં વોર્ડ નં.2માં કાર્યકર મિલન કાર્યક્રમ યોજાયો હતો તેમાં કાર્યકરો દ્વારા આ વોર્ડના ભૂતપુર્વ કોર્પોરેટર અને વર્તમાન ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની કાર્યપ્રણાલી મુદ્દે હોબાળો મચાવ્યો હતો. અને ડો. દર્શિતાબેન શાહ કાર્યકરોને સાંભળતા નહોવાની તેમજ મનમાની ચલાવતા હોવાના ખુલ્લા આક્ષેપો સાથે રોષ વ્યક્ત કરતાં ડો. દર્શિતાબેન શાહને કાર્યકર મિલન છોડીને ભાગવું પડ્યું હતું ! તેમની પાસે અનુભવ ઓછો છે. તેઓ વોર્ડના કોઇ આગેવાન કે કાર્યકર સાથે સીધા સંપર્કમાં નથી.

અને કોને પ્રાયોરિટી આપવી તેની પણ ખબર નથી. ડો. દર્શિતાબેન શાહને માત્ર ફોટો સેશનમાં જ રસ હોવાનો આક્રોશ કાર્યકરોએ વ્યક્ત ર્ક્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્ર્વકર્માની મુલાકાત વખતે પણ વોર્ડ નં.2ના આગેવાનો અને કાર્યકરોએ ડો. દર્શિતાબેન શાહ સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન શહેર ભાજપના કેટલાંક નેતાઓ દ્વારા કરવામાં આવતું ન હોવાનો વસવસો અને નારાજગી દરેક વોર્ડના કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે.

 

Exit mobile version