આજની બેઠકમાં ડો.દર્શિતાબેન શાહનો મત વિસ્તાર મુખ્ય ટાર્ગેટ
રાજકોટ ભાજપમાં ટિકિટ વહેચણીનો મુદ્દો સળગતો બન્યો છે ત્યારે રઘુવંશી સમાજની અવગણાના પગલે હાલ સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે. તેને લઈને ઘણા અન્ય પ્રશ્નો પણ ઊભા થયા છે ત્યારે આજે કાર્યકરો સાથેની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આવનારા સમયમાં મહા સંમેલનની સાથો સાથ વિધાનસભા 69 માં માત્ર રઘુવંશીને ટિકિટ આપવામાં આવે તે વાતની માંગ પણ કરાઈ છે.
રઘવંશી સમાજ દ્વારા આજે રાત્રે ખાસ રઘુવંશી સમાજના કાર્યકરો સાથે એક વિશેષ બેઠક યોજવામાં આવશે જેમાં આવનારા દિવસોની રણનીતિ અંગે ચર્ચા વિચારણા થશે અને મહા સંમેલન યોજવા માટેનું તખતો પણ તૈયાર કરાશે. મળતી માહિતી મુજબ હાલ 2027ની વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભા 69 માંથી લોહાણા સમાજના આગેવાનને ટિકિટ મળે તે હવે લક્ષ્ય છે. લોહાણા સમાજના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ જે કાર્યકરોની બેઠકનું આયોજન આજે થવાનું છે તે માટે અગાઉ શહેર ભાજપ પ્રમુખ પણ મનાવવા માટે આવ્યા હતા અને કહ્યું હતું જે થઈ ગયું તે થઈ ગયું હવે શું થઈ શકે ? ત્યારે તેમનાથી ડેમેજ કંટ્રોલ ન થયો અને સમગ્ર મામલો પ્રદેશ સંગઠનમાં પહોંચ્યો છે.
રઘુવંશી યુવા બ્રિગેડના ધવલ કાછેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજની કાર્યકરોની બેઠકમાં આવનારા કાર્યક્રમો ની રૂૂપરેખા નક્કી કરવામાં આવશે અને ભવિષ્યમાં જે રીતે રઘુવંશી સમાજની અવગણના કરવામાં આવી છે તે ન થાય તે માટેની તૈયારીઓ હાથ ધરાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોહાણા સમાજના જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે માત્ર તેઓને જ મત આપી અન્ય મત નોટામાં નાખવાનો નિર્ધાર કરવામાં આવશે. સાથોસાથ આજની બેઠકમાં એ મુદ્દા ઉપર પણ ચર્ચા થશે કે રઘુવંશી સમાજને ટિકિટ ન આપવા પાછળનું કારણ શું અને જે રમત રમવામાં આવી તે આગેવાનો ના નામ પણ રજૂ કરાશે.
તો બીજી તરફ રઘુવંશી અગ્રણી મિતેશ રૂૂપારેલીયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓએ પણ વોર્ડ એકમાંથી દાવેદારી કરી હતી પરંતુ અચાનક તેમનું નામ દૂર કરી દેવામાં આવ્યું હતું ત્યારે કોનો વાંક છે કોને રમત રમી તેના કરતાં હવે સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે તેને શાંત કેમ કરવો અને આવનારી વિધાનસભામાં વિધાનસભા 69 માં રઘુવંશી સમાજના આગેવાનને ટિકિટ મળે તે માટેની લડત કરાશે.

