ઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલી દુકાનમાં અજાણી મહિલા દ્વારા 98 હજારના વાયરની ચોરી

  રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ શેરી નંબર 08 ખાતે આવેલા ’વોક્ષ ફેશન ક્લબ’ નામના શોરૂૂમમાં…

 

રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ઇન્દ્રપ્રસ્થ શેરી નંબર 08 ખાતે આવેલા ’વોક્ષ ફેશન ક્લબ’ નામના શોરૂૂમમાં ગત 15 જૂન 2026ના રોજ વહેલી સવારે એક અજાણી મહિલાએ ત્રાટકીને લાખો રૂૂપિયાના ઈલેક્ટ્રિક વાયરોની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટના અંગે ફરિયાદી શુભમ શૈલેશભાઈ લાડવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેમની દુકાનના ઉપરના માળે નવું ફર્નિચર અને ઈન્ટરનેટ માટેનું કામ ચાલુ હતું, જે દરમિયાન આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.

ફરિયાદ મુજબ, 15 જૂનના રોજ રાત્રિના 2:00 વાગ્યાથી સવારના 5:30 વાગ્યા દરમિયાન અજાણી મહિલાએ દુકાનની ઉપરની બારી પાસેનું લાકડાનું પાર્ટિશન તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આરોપી મહિલાએ ત્યાંથી આર.આર. કંપનીના 1.00 એમ.એમ. (500 મીટર) અને 2.50 એમ.એમ. (900 મીટર)ના વાયર તેમજ ડી-લિંક કેટ 6 (1800 મીટર) વાયર મળી કુલ 98,000 રૂૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને કોથળામાં ભરીને લઈ ગઈ હતી. આ ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે, જેમાં મહિલાને ચોરી કરીને બહાર નીકળતી જોઈ શકાય છે.

આ ઘટનાની જાણ ફરિયાદીને 15 જૂનના રોજ ત્યાં મિસ્ત્રી કામ કરતા રાજનભાઈ દ્વારા કરવામાં આવી હતી. ફરિયાદીએ પહેલા પોતાની રીતે માલસામાનની તપાસ કરી હતી પરંતુ કંઈ ન મળતા અંતે 8 જુલાઈ 2026ના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.