Site icon Gujarat Mirror

વડાળીમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ફિનાઈલ પી લીધું

શહેરની ભાગોળે આવેલા વડાળી ગામે કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઈલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના વડાળી ગામે રહેતી દક્ષાબેન અરવિંદભાઈ મુછડીયા નામની 19 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં દક્ષાબેન મુછડીયાએ ફિનાઈલ પી લીધું હતું.

દક્ષાબેનની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત બીજા બનાવમાં રૈયા ગામમાં રહેતાં વૈભવ નરેશભાઈ પરમાર નામનો 24 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના બે વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version