આંતરરાષ્ટ્રીય

આપણે વિશ્ર્વ યુદ્ધ નજીક ઊભા છીએ, કમલા હેરિસ સંભાળી નહીં શકે: ટ્રમ્પ

Published

on


ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ અને ટિમ વોલ્ઝની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં સ્થિતિ વણસી રહી છે. અમે વિશ્વ યુદ્ધની નજીક છીએ અને આ લોકો પરિસ્થિતિને સંભાળી શકશે નહીં. ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી હતી. કમલા હેરિસની ઝુંબેશ જોર પકડ્યા બાદ ટ્રમ્પની આ પહેલી પ્રેસ કોન્ફરન્સ હતી.
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાની હાલત ખૂબ જ ખરાબ છે. એટલું જ નહીં ટ્રમ્પે એમ પણ કહ્યું કે, કમલા હેરિસ જો બિડેન કરતા પણ ખરાબ છે અને તેમને રાષ્ટ્રપતિ પદ માટે વોટ પણ નથી મળ્યા.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર છે. જો બિડેનની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પછી ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસને મેદાનમાં ઉતાર્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આપણે વિશ્વ યુદ્ધની ખૂબ નજીક છીએ. મારા મતે અહીં એવા લોકો છે જેઓ આ સંજોગોમાં કશું કરી શકતા નથી. તે કમલા હેરિસ અને ટિમ વોલ્ઝનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, કમલાને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે એક મત પણ મળ્યો નથી અને હવે તે ચૂંટણી લડી રહી છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે, આ લોકોનું કોઈ સન્માન કરતું નથી. ચીન, રશિયા અને ઉત્તર કોરિયામાં લોકોના આ જૂથ માટે કોઈ સન્માન નથી. તેણે પોતાના વિશે કહ્યું કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન તેને ખૂબ પસંદ કરે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, રાષ્ટ્રપતિ તરીકે તેમના ચીન સાથે ઘણા સારા સંબંધો છે.


પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, પહેલા મારી સામે જો બિડેન હતા. હવે કમલા હેરિસ છે, પરંતુ મને લાગે છે કે અન્ય કોઈ ઉમેદવાર હોત. ટ્રમ્પે કહ્યું કે, કમલાનો રેકોર્ડ ઘણો ખરાબ છે. તે એક સ્તરે કટ્ટરપંથી છે તેમણે ડાબેરી કટ્ટરપંથી પસંદ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે, કમલા હેરિસનું વલણ અલગ હતું તેમ છતાં તેમણે હેરિસને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા. મને લાગે છે કે, તેને તેના નિર્ણય પર પસ્તાવો થશે.


હવે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ બિડેનના ચાહક નથી પરંતુ તેમને ચૂંટણી લડવાનો અધિકાર છે. ચૂંટણી પહેલાની ચર્ચાને લઈને ટ્રમ્પે કહ્યું કે, કમલા હેરિસ તેના માટે લાયક નથી. તેમ છતાં હું ચર્ચામાં ભાગ લઈશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version