આંતરરાષ્ટ્રીય
ભારતના વિકાસના ભાગીદાર બનવા અમે આતુર: સ્પેનના PM સાન્ચેઝ
ટાટા-એરબસની ભાગીદારી બાદ વધુ પ્રોજેક્ટ માટે તૈયારી દર્શાવી
સ્પેનના પીએમ પેડ્રો સાન્ચેઝે કહ્યું હતું કે, વડોદરાના પ્રોજેકટે ભારતની એરોસ્પેસ ઈન્ડસ્ટ્રી તેમજ યુરોપ અને સ્પેનની કંપનીઓ માટે નવા દરવાજા ખોલ્યા છે.અમારો દેશ ભારતના વિકાસમાં ભાગીદાર બનવા માટે આતુર છે.ભારતીય કંપનીઓ સ્પેન પર વિશ્વાસ કરી શકે છે.સી-295 એરક્રાફટ સ્પેનની ટેકનિકલ ક્ષમતાનું પ્રતિક છે.ટાટા અને એરબસ વર્લ્ડ ક્લાસ કંપનીઓ છે.તેમના આ પ્રોજેકટથી ભારતમાં હજારો નોકરીઓ પેદા થશે.સ્પેન દ્વારા પ્રોજેકટ માટે ટેકનોલોજી ટ્રાન્સફર પણ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, સ્પેનમાં 99 ટકા કંપનીઓ એમએસએમઈ સેકટરની છે.દેશના ઘડતરમાં તેમનો બહું મોટો ફાળો છે.વડોદરાના પ્રોજેકટથી ભારતની એમએસએમઈને પણ ફાયદો થશે.આ પ્રોજેકટ ભારત અને સ્પેનના ગાઢ થતા સબંધોનું પ્રતિક બનશે.