ગુજરાત

હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો

Published

on

રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે પરિણીતા સહિત વધુ ત્રણના હદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ ઉપર આવેલી અંબિકા રેસીડેન્સીમાં રહેતી મધુબેન અશ્વિનભાઈ માદરીયા નામની 30 વર્ષની પરિણીતા સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.


બીજા બનાવમાં પુષ્કર ધામ રોડ ઉપર આવેલ શ્યામ પાર્કમાં રહેતા સુખદેવભાઈ મુકુંદભાઈ ડાંગર (ઉ.વ.69) પોતાના ઘરે હતા. ત્યારે બાથરૂૂમ બહાર નીકળતી વખતે ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે જોઈ તપાસી હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક વૃદ્ધને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં ગોંડલ રોડ ઉપર આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા યશવંતીબેન અનંતરાય ભટ્ટ નામના 86 વર્ષના વૃદ્ધાનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હતું. ઉપરોક્ત ત્રણેય બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version