રાષ્ટ્રીય

વોર્ડ નં. 9માં વરસાદી પાણી ભરાવાની સમસ્યા, 99 ફરિયાદ

Published

on

મેયરના લોકદરબારમાં સ્ટ્રીટલાઈટ, વૃક્ષ ટ્રીમિંગ, બાંધકામ અને સફાઈની ફરિયાદોનો ધોધ વહ્યો

જે અંતર્ગત આજ તા.01/08/2024, ગુરુવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.9માં શ્રી અભયભાઈ ભારદ્વાજ કોમ્યુનિટી હોલ પાર્કિંગ, વોર્ડ નં.9ની વોર્ડ ઓફિસ સામે, ગોપાલ ચોક, રાજકોટ ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.

આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, વોર્ડ નં.9ના કોર્પોરેટર આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, જીતુભાઈ કાટોડીયા, પુષ્કરભાઇ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ મંત્રી શિલ્પાબેન જાવીયા, શિક્ષણ સમિતિના સભ્ય જાગૃતિબેન ભાણવાડિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સહાયક કમિશનર સમીર ધડુક, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, સીટી એન્જી. કુંતેશ મેતા, એનક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.


આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.9ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-99 રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે.લોક દરબારમાં રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગ વાઈઝ રજુ થયેલા પ્રશ્નોની માહિતી નીચે મુજબ છે.


વોર્ડ નં.9માં યોજાયેલ લોક દરબારિીજ્ઞિ;ંમાં વોર્ડ નં.9ના નાગરિકો દ્વારા પ્રોપર્ટી કાર્ડ બાબત, સફાઈ બાબત, મહાદેવ પાર્ક (વિકલાંગ કર્મચારી સોસાયટી)માં સ્ટ્રીટ લાઈટ, પાણી નિકાલ, વૃક્ષો ટ્રીમિંગ કરવા બાબત, મહાદેવ વાડી પાસેની શેરીમાં પેવિંગ બ્લોક નાખવા બાબત, ભૂગર્ભ ગટર સફાઈ કરવા બાબત, વોર્ડમાં નં.9માં અશાંત ધારો લગાવવા બાબત, કિસ્મતનગરમાં કચરા પેટી મુકવા બાબત, અખાદ્ય ચીજોની ચકાસણી વોર્ડ વાઇઝ કરવા બાબત, સાધુવાસવાણી રોડ ઉપર રેંકડીનું દબાણ દૂર કરવા બાબત, ભગતસિંહજી ગાર્ડનમાં યુરિનલ બનાવવા બાબત, વોર્ડ નં.9માં બાપાસીતારામ ચોક પાસે હોકર્સ ઝોન બનાવવા બાબત, સોમનાથ સોસાયટીમાં સફાઈ કરવા બાબત, શ્યામલ વાટીકા પાસે પાણી ભરાવા બાબત, શિવપરામાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાના પ્રશ્નો, સરકારી કર્મચારી સોસાયટીમાં પરમિશન વગર બાંધકામ થયું છે.

જાહેર માર્ગ પર રહેલી રેંકડીઓ હોકર્સ ઝોનમાં શફ્ટ કરવા બાબત, વૃક્ષોનું ટ્રીમિંગ કરવા બાબત, ટેક્સ આકારણી બાબત, કિસ્મતનગર મેઈન રોડ પર પાણી ભરાવા બાબત, આધાર કાર્ડ બાબત, યોગી નિકેતન શિવમ પાર્ક હોકર્સ ઝોનમાં નિયમિત સફાઈ કરવા બાબત અને સ્ટ્રીટ લાઈટ નાખવા બાબત, અંબિકા પાર્ક સોસાયટીમાં ટીપરવાન નિયમિત નથી આવતી, અક્ષર પાર્ક રૈયા ચોકડી પાસે ટ્રાફિકની રજુઆત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version