ગુજરાત

PI, PSIની બદલીનો વાયરલ પરિપત્ર ખોટો, DGP વિકાસ સહાયે કરી સ્પષ્ટતા, કહ્યું ‘આવો કોઈ પરિપત્ર નથી’

Published

on

ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ એક પોલીસ વિભાગને બદલીને લઈને એક પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા PI – PSI તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહીં. ત્યારે આ પરિપત્રને લઈને આજે રાજ્યના પોલીસ વડાએ જ મોટો ખુલાસો કર્યો છે.

PI – PSIની બદલીના પરિપત્ર મામલે DGPએ સ્પષ્ટતા કરી છે કે, થોડા દિવસ પહેલા PI – PSIની બદલીના નામે એક પરિપત્ર વાયરલ થયો હતો. વાયરલ થયેલા પરિપત્રના મામલામાં સ્પષ્ટતા આપતા DGP વિકાસ સહાયે કહ્યું કે, “આવો કોઈ પરિપત્ર નથી.”

PI અને PSIની બદલી અંગે પરીપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “PI અને PSIની બદલીની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને તમામ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક આપવા માટે, તરફથી એક પત્ર એક જ ઝોનમાં ફરજ બજાવતા પીઆઈ અને પીએસઆઈની પડોશી જિલ્લાઓમાં બદલી નહીં કરી શકાય તેવો મહત્વનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. અને પોલીસ અધિક્ષક, પોલીસ કમિશ્નર, રેન્જના ઈન્ચાર્જ આઈપીએસ અધિકારીઓને અરજી કરશે નહીં.”

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, “નવી પોસ્ટિંગ પોલિસીના અમલીકરણ માટે રાજ્યના 9 રેન્જના આધારે 34 જિલ્લા, 4 કમિશનરેટને ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં એક ઝોનમાં કામ કરતા અધિકારીઓની બદલી કરવાનો નિર્ણય ઑગસ્ટ 2024 થી પૂર્વવર્તી અસર સાથે અન્ય ઝોનમાં લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version