આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનાર વિનેશ પ્રથમ મહિલા રેસલર

Published

on

કયુબાની લોપેઝને હરાવીને સિલ્વર પાકકો કર્યો, આજે ગોલ્ડ મેડલ માટે ટકરાશે


વિનેશ ફોગાટે ઇતિહાસ રચી દીધો છે. ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ મહિલા રેસલર બની છે. વિનેશે મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલમાં ક્યુબાની લોપેઝ ગુઝમેનને 5-0થી હરાવી હતી. વિનેશ પહેલા રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં, તેણીએ ક્યુબાની કુસ્તીબાજ પર ડબલ લેગ એટેક કર્યો અને ચાર પોઈન્ટ મેળવ્યા.તેણીએ આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.


આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. ઈજાના કારણે રિયો ઓલિમ્પિકમાંથી ખસી ગયા બાદ અને પછી ટોક્યો ઓલિમ્પિકમાં રાઉન્ડ ઓફ 16માંથી બહાર થઈ ગયા બાદ વિનેશે આ વર્ષે દુનિયાને પોતાની પ્રતિભા બતાવી છે. તેની પ્રથમ મેચ એટલે કે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં, વિનેશે ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટોક્યો ઓલિમ્પિક્સની સુવર્ણ ચંદ્રક વિજેતા સુસાકીને 3-2થી હરાવી હતી. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં ઓક્સાનાને 7-5થી હરાવી. હવે સેમિફાઇનલમાં 5-0થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.


વિનેશને ઓછામાં ઓછા સિલ્વર મેડલની ખાતરી છે અને તે આજે 7મી ઓગસ્ટે ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા કરશે. વિનેશ પહેલા ઓલિમ્પિકમાં માત્ર બે પુરૂૂષ રેસલર ફાઇનલમાં પહોંચી શક્યા છે. 2012 લંડન ઓલિમ્પિકમાં સુશીલ કુમાર અને 2020 ટોક્યો ઓલિમ્પિકમાં રવિ દહિયા ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ બંને છેલ્લી મેચ હારી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version