ક્રાઇમ

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે

Published

on

  • ચાર શખ્સો ઝબ્બે: એલસીબી પોલીસની કાર્યવાહી –


ખંભાળિયા પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર લાલપુર રોડ પરથી ગતરાત્રે જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા ભરત દેવાયત કરમુર (ઉ. 22), કલ્યાણપુરના વીરપર ગામના કાર્તિક દેવાણંદ ચાવડા (ઉ. 20), કરણ વીરાભાઈ સોલંકી (ઉ. 20) અને જામનગરમાં પ્રણામી ટાઉનશિપ ખાતે રહેતા વિજય કેશુર ગોજીયા (ઉ. 20) નામના ચાર શખ્સોને જી.જે. 10 ડી.જે. 1118 નંબરની એક્સ.યુ.વી. કારમાંથી વેચાણ અર્થે લઈ આવેલા વિદેશી દારૂની 42 બોટલ સાથે ઝડપી લીધા હતા.

આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15,372 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 42 બોટલ તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સાથે સહી કુલ રૂપિયા 3,15,372 નો મુદ્દામાલ કબજે કરી, તમામની વિધિવત રીતે અટકાયત કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version