ગુજરાત
વિ.હિ.પ. દ્વારા આયોજિત જન્માષ્ટમી શોભાયાત્રાનો રૂટ જાહેર
ટ્રાન્સપોર્ટરો દ્વારા શોભાયાત્રામાં નિ:શુલ્ક વાહનોનું યોગદાન જાહેર કરાયું: મુખ્ય રથના સંયોજક બન્યા દાતા ધીરૂભાઇ વીરડિયા
આજરોજ આગામી સોમવારના રોજ શહેરમાં નીકળનારી ભવ્ય શોભાયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ફલોટ, બેન્ડ પાર્ટી, કળશધારી બહેનો, સુશોભીત થ્રી-વ્હીલર, ટુ-વ્હીલર અનેક સણગાર કરીને આવેલા નાના વાહનો, ઉટ ગાડી, ઘોડેસવાર, સણગારેલ ટ્રાઈસીકલ, સણગારેલ સાયકલો સહિતની નીકળનારી ભવ્ય શોભાયાત્રા નીચેના રૂટ પર શહેરભરમાં ભ્રમણ કરશે. રથયાત્રામાં અનેક સંસ્થા, મંડળ, ગ્રુપ દ્વારા પોતાના કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરેલા ફલોટસ લઈને યાત્રામાં જોડાતા હોય છે.
આ સેવાભાવી મિત્રોને ખર્ચમાં વિશેષ ખર્ચ વાહનનો થતો હોય છે. આ ખર્ચને પહોંચી વડવા માટે રાજકોટના અનેકવિધ સેવાભાવી ટ્રાન્સ્પોટરો દ્વારા પોતાના વાહનો ફલોટ બનાવવા માટે નિ:શુલ્ક ધોરણે ફાળવવાની પહેલ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી છે. જેના ભાગ રૂપે હિન્દુ સમાજને ભવ્ય અને દિવ્ય શોભાયાત્રામાં ખૂબ અગત્યના અને જરૂરી એવા વાહનો એ પણ પેટ્રોલ પુરાવી ડ્રાઈવરની સુવિધા સાથે ટ્રાન્સ્પોટરોની એક યાદી આ સાથે જાહેર કરવામાં આવી છે. તેમના યોગદાન થકી દર વર્ષે જન્માષ્ટમીની શોભાયાત્રા ઉતરોતર પ્રગતિના અવનવા સોપાનો સર કરી રહી છે.
આ વર્ષે આ ટ્રાન્સ્પોર્ટરોઓએ શોભાયાત્રામાં પોતાના વાહનો આપવાનું નકકી કરેલ છે જેમાં ઝાલાવડ ટ્રાન્સપોર્ટ 3-ગાડી, મમતા ટ્રાન્સપોર્ટ 2-ગાડી, ત્રિશુલ ટ્રાન્સપોર્ટ 3-ગાડી, શ્રમશ્રધ્ધા ટ્રાન્સપોર્ટ 1-ગાડી, જલારામ ટ્રાન્સપોર્ટ 3-ગાડી, હરેશ ટ્રાન્સપોર્ટ 1-ગાડી, પીએમપી સુરેશભાઈ 2-ગાડી, બંસલ કાર્ગો 2-ગાડી, ઓમશકિત મનોજભાઈ 2-ગાડી, શિવમ ટ્રાન્સપોર્ટ 2-ગાડી, હિરેન ટ્રાન્સપોર્ટ 2-ગાડી, ગજાનન રોડલાઈન્સ 2-ગાડી, સદગુરૂૂ ટ્રાન્સપોર્ટ 1-ગાડી, પ્રિતી રોડલાઈન્સ મુકેશભાઈ 1-ગાડી, કૌશીક રોડલાઈન્સ મુનાભાઈ રગાડી, યદુનંદન ટ્રાન્સપોર્ટ 2-ગાડી, માંડવરાયજી સંજયભાઈ 2-ગાડી, ઓમ રોડલાઈન્સ મંગેશભાઈ 2-ગાડી, કે. કે. રોડલાઈન્સ 1-ગાડી, એલ.એચ. રોડલાઈન્સ 1-ગાડી, યાદવ ટ્રાન્સપોર્ટ મનવીરભાઈ 1ગાડી, શ્ર્વેતા રોડવેઝ 1-ગાડી, જાનવી, શીવા 1-ગાડી, ભવાની રોડવેઝ ઈશ્વરભાઈ 3ગાડી, રામાણી રોડવેઝ 1ગાડી, આરજેટી રોડવેઝ 1ગાડી, સનરાઈઝ લોજીસ્ટીક 1-ગાડી, રાજધાની રોડવેઝ 2-ગાડી, વિકી અરોરા ગગન ટ્રાન્સપોર્ટ 2-ગાડી, વિએમ ફૂટ ડ્રાઈવર સાથે 1-ગાડી, વી ટ્રાન્સ જીજ્ઞેશભાઈ રાવલ 1ગાડી, રશેસભાઈ બાલાજી ટ્રાન્સપોર્ટ 1-ગાડી, બીએનવી ટ્રાન્સપોર્ટ નાગજીભાઈ 2-ગાડી, સત્યવિજય ટ્રાન્સપોર્ટ 1-ગાડી, વૈભવ રોડવેઝ 1-ગાડી, ટ્રાન્સપોર્ટ 1-ગાડી, ઈગલ રોડવેઝ પરેશભાઈ 1-ગાડી, દિપક કાર્ગો મુવર્સ ભકિતનગર 1-ગાડી, લક્ષ્મી ટ્રાન્સપોર્ટ બલદેવસિંહ રાણા 1-ગાડી, મનોજ ટ્રાન્સપોર્ટ 2-ગાડી વાહનોનું યોગદાન આપશે.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે નવિનતમ થીમ અને સૂત્ર સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે યોજાતી શોભાયાત્રામાં મુખ્ય રથ આ થીમ અને સૂત્ર પર આધારિત હોય છે. આ વર્ષે જાહેર થયેલા થીમ અને સૂત્ર પર આધારીત રથયાત્રાનો મુખ્ય રથ કે જે એક વિશેષ ટ્રોલીમાં બનવવામાં આવે છે. આ ટ્રોલીને અન્ય વાહન દ્વારા વહન કરવામાં આવતી હોય છે. રથયાત્રાના આકર્ષણ સમાન અને રૂૂટ ઉપર ઠેર ઠેર જયાં ભગવાનના વધામણા કરવામાં આવે છે તેવો મુખ્ય રથ આ વર્ષની થીમ મુજબ બનવાનો છે. આ મુખ્ય રથ બનાવવા માટેના સંયોજક બનવાનું બીડુ જાણીતા શ્રેષ્ઠી અને દાનવીર દાતા ધીરૂભાઈ વિરડીયાએ ઝપડયુ છે. ઉદ્યોગપતિ એવા ધીરૂભાઈ વીરડીયા સેવાકીય અને સામાજીક કાર્ય ક્ષેત્રે પોતાની અનન્ય સેવા ઘણા સમયથી આપી રહયાં છે.
આ મુખ્ય રથના સંયોજક તરીકે ધીરૂૂભાઈ વીરડીયાએ જણાવ્યું હતું કે, આપણી કમાણીનો અમુક ભાગ સદકાર્યમાં ન વપરાય તો એવી કમાણી શું કામની. ઈશ્વરે જયારે તમને આટલુબધુ આપ્યું હોય ત્યારે એમાથી થોડા અંશ રૂૂપે ઈશ્વર પ્રત્યે શ્રધ્ધા રાખીને ઈશ્વરના કામ માટે પરત વાળવું એ આપણી સંસ્કૃતિનું એક આગવું પાસુ છે. આપણા વડવાઓ પણ આ સિધ્ધાંતોને કારણે જ સુખી અને સમૃધ્ધ હતા. એ પરંપરાને નિભાવવાના ભાગ રૂપે વ્યવસાયમાંથી કરેલી કમાણીમાંથી અમુક રકમ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પણ કરતા હું ધન્યતા અનુભવું છું.