અભૂતપૂર્વ માહોલ: તિરંગા યાત્રાનો એક છેડો રેસકોર્ષ અને બીજો જ્યુબિલી ચોક

હજારો લોકોએ જોડાઇને રાષ્ટ્રધ્વજ પ્રત્યે વ્યકત કર્યો પ્રેમ, દેશભક્તિપૂર્ણ માહોલમાં સ્ટેજ કાર્યક્રમોએ કરી જમાવટ રાજકોટમાં અવિસ્મરણીય રહે તેવી અભૂતપૂર્વ ત્રિરંગા યાત્રા નીકળી હતી. યાત્રાનો રૂૂટ…

હજારો લોકોએ જોડાઇને રાષ્ટ્રધ્વજ પ્રત્યે વ્યકત કર્યો પ્રેમ, દેશભક્તિપૂર્ણ માહોલમાં સ્ટેજ કાર્યક્રમોએ કરી જમાવટ

રાજકોટમાં અવિસ્મરણીય રહે તેવી અભૂતપૂર્વ ત્રિરંગા યાત્રા નીકળી હતી. યાત્રાનો રૂૂટ બહુમાળી ચોકથી જ્યુબિલી ચોકમાં ગાંધીજીની પ્રતિમા સુધી નક્કી કરવામા આવ્યો હતો. યાત્રા પૂર્વે એવો લક્ષ્યાંક રાખવામા આવ્યો હતો કે, ઓછામાં ઓછા 12-13 હજાર લોકો જોડાય. તેનાથી પણ વધુ જનમેદની યાત્રામાં જોડાઇ હતી. પોલીસ હેડ ક્વાર્ટર ચોકથી લઇને બહુમાળી ભવન ચોકમાં મુખ્ય સ્ટેજ અને ત્યાથી ચૌધરી હાઇસ્કુલ તરફ અને જ્યુબિલી ચોકમાં પૂ.મહાત્માગાંધીની પ્રતિમા સુધી આશરે દોઢ કિલોમીટરનો રૂૂટ હતો. ત્રિરંગા યાત્રાનો એક છેડો રેસકોર્સ રિંગરોડ તો બીજો છેડો સીધો જ જ્યુબિલી ચોકમાં ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચી ગયો હતો. ડ્રોન વિડિય શુટિંગમાં અદભૂત નજારો દેખાતો હતો.

તિરંગા યાત્રામાં જે રીતે શાળા-કોલેજના છાત્રો, શહેરીજનો, વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ શહેરીજનો સ્વયંભૂ રીતે ઉમટી પડ્યા હતા. 20 હજારથી વધુ લોકો આ યાત્રામાં જોડાયા હતા. જો કે, તિરંગાયાત્રામાં શાળા-કોલેજના છાત્રો-ભાજપના નેતાઓ-કાર્યકરો અને અધિકારીઓની હાજરી વિશેષ દેખાતી હતી.

દેશભક્તિના રંગે રંગાયેલી ત્રિરંગા યાત્રાના રૂૂટ પર રાજકોટવાસીઓ રેલી રૂૂપે પસાર થયા તે રૂૂટ પર વિવિધ સ્થળે સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમની મનમોહક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. વિવિધ સ્થળે સૌરાષ્ટ્રની શાન સમાન વિવિધ પ્રકારના રાસ ગરબાનું ફયુઝન જોવા મળ્યું હતું. રૂૂટ પર પસાર થતા નાગરજોને આ કૃતિઓને હોંશભેર વધાવી હતી. જયારે રથ યાત્રાના રૂૂટ પર રાવણ હથ્થો, ઢોલ, શરણાઈ અને રંગબેરંગી છત્રી સાથે કિશાન બારોટ ગ્રુપ અને જય ભવાની ગ્રુપના કલાકારોએ રેલીનો માહોલ રંગીન બનાવી દીધો હતો. આ ઉપરાંત ડો. માલા બંકિમ રાઠોડ ગ્રુપ દ્વારા મિક્સ ફયુઝન ગરબા, જીતેન વિઠલાણ ીગ્રુપ દ્વારા મિશ્રા રાસ, જેની ગ્રુપનું રાસ લીલા સહિતની વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.

રાજકોટમાં આજરોજ ત્રિરંગા યાત્રા પૂર્વે જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય કાર્યક્રમમાં રજુ થયેલી પાંચથી વધુ કૃતિઓએ રાજકોટવાસીઓનું મન મોહી લીધું હતું. કાર્યક્રમ પૂર્વે મુખ્ય સ્ટેજ પર શ્રી ગણેશ વંદના અને રુદ્રાક્ષમ, હુડો રાસ, ડાંગી નૃત્ય, તાંડવ: નર્તન, દેશ ભક્તિ નૃત્ય ગાન સહિતની વિવિધ કૃતિ રજુ કરવામાં આવી હતી. સુંદર પરંપરાગત વેશભૂષામાં કલાકરો દ્વારા રજુ કરવામાં આવેલી રંગારંગ પ્રસ્તુતિએ ત્રિરંગા યાત્રામાં ચાર ચાંદ લગાવી દીધા હતાં.

રાજકોટના છેલ્લા કેટલાક સમયથી સતાધારી રાજકીય પ્રવાહમાં એક સમયે હાંસિયામાં ધકેલી દેવાયા હોય તેવા જુના જોગીઓને ફરી મહત્વ અપાઇ રહ્યુ છે. ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ જુના જોગીઓને મહત્વપુર્ણ જવાબદારીઓ અપાઇ હતી. આજે તિરંગા યાત્રામાં પણ જુના જોગીઓને સ્ટેજ પર સ્થાન અપાયુ હતુ. પુર્વ મેયર ડો.જૈમન ઉપધ્યાય, રક્ષાબેન બોળિયા, નયનાબેન પેઢળિયાથી માંડી તત્કાલિન મેયરો, ઉમેશ રાજ્યગુરુ, નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી સહિતના જુના જોગીઓને સ્ટેજ પર અને એ પણ પ્રથમ હરોળમાં સ્થાન અપાયુ હતુ. બીજીબાજુ રાજકોટના પ્રભારી જીતુભાઇ વાઘાણી રાજ્ય સરકારના મંત્રીઓ અને રાજકોટના સાંસદ પુરુષોતમભાઇ રૂૂપાલાની ગેરહાજરી વર્તાઇ હતી.

અમુક નેતા ફોટોસેશન કરી કારમાં બેસી યાત્રાના પુર્ણાહતિ સ્થળે રવાના થઇ ગયા
સફાઇ અભિયાન હોય કે પછી કોઇ રાહત સામગ્રીનું વિતરણ હોય, નેતાઓ ફોટોસેશનમાં જ માનતા હોવાનું આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણી જેવા ગરિમાપુર્ણ પ્રસંગમાં પણ જોવા મળ્યુ હતુ. મુખ્ય સ્ટેજ પરથી મેયર સહિતના મહાનુભાવોએ ત્રિરંગો ધ્વજ ફરકાવીને યાત્રાને લીલીઝંડી આપી હતી. એ પછી ડી.જે. પર વાગતા દેશભક્તિના ગીત અને ભારત માતાના જયઘોષ વચ્ચે યાત્રા આગળ ધપી. એ સમયે અમુક રાજકીય નેતાઓએ માત્ર ગણતરીના ડગલા ચાલી ફોટોસેશન કરાવ્યુ હતુ. કેમેરામાં આવ્યા બાદ આ રાજકીય મહાશયો કારમાં બેસ વાયા શેરી-ગલીમાં થઇને સીધા જ યાત્રાની પુર્ણાહુતિ સ્થળે પહોંચી ગયા હતા.

સ્ટેજ પર લાંબી લચક ભાષણબાજીના કારણે યાત્રા 40 મિનિટ મોડી

મુખ્ય સ્ટેજ કાર્યક્રમ બહુમાળી ભવન ચોકમાં હતો. જ્યા જાજરમાન ભપકો કરાયો હતો. રોડ બ્લોક થઇ જાય એ રીતે બે દિવસ અગાઉથી જ વિશાળ ડોમ બનાવાયો હતો. આ સ્ટેજ પરથી આજે આમંત્રિત નેતાઓને શોભાયમાન કરાવ્યા હતા. યાત્રા બરોબર 9ના ટકોરે પ્રસ્થાન થવાની હતી. પરંતુ એકપછી એક નેતાઓની લાંબી ભાષણબાજી ચાલી હતી. જેના કારણે યાત્રા 40 મિનિટ મોડી પ્રસ્થાન થઇ હતી.