Site icon Gujarat Mirror

પડધરીમાં નિવૃત્ત ફૌજીનું એટીએમ કાર્ડ બદલી રૂા.56 હજારની ઠગાઇ

પડધરીના હડમતીયા(જં)ના વતની અને પડધરી રહેતા નિવૃત ફૌજીને એટીએમમાં રૂૂપિયા ઉપાડવા ગયા ત્યારે ગઠીયાએ એટીએમ કાર્ડ બદલી નાખી નિવૃત ફૌજીના એકાઉન્ટ માંથી રૂૂ.56 હજારની રકમ ટ્રાન્સફર કરી લેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. તપાસમાં હજુ પણ વધુ ગુનાના ભેદ ખુલે તેવી શક્યતા છે.

મળતી વિગતો મુજબ પડધરી ગજાનન પાર્ક સોસાયટી માં આશાપુરા મકાનમાં રેહતા મુળ ગામ હડમતીયા(જં)ના વતની નિવૃત ફૌજી ચંદુભા નાગુભા જાડેજા (ઉ.વ.59) આઇ.ઓ.સી પડધરીમા છેલ્લા બારેક વર્ષથી પ્રા.નોકરી કરે છે. ગઇ તા. 06/02/2026 ના રોજ ચંદુભા પડધરી એસ.બી.આઇ બેન્કના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયેલ અને ચંદુભા એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડતા આવડતુ ન હોય જેથી ત્યાં ચંદુભા પાસે એ.ટી.એમ.માં એક અજાણ્યો માણસ મારી પાસે આવીને ચંદુભા જણાવેલ કે હુ તમને પૈસા ઉપાડવામાં મદદ કરું તેવું જ ણાવેલ જેથી ચંદુભાએ તેમને એ.ટી.એમ કાર્ડ તથા એ.ટી.એમ.ના પીન જણાવેલ જેથી આ વ્યક્તીએ એ.ટી.એમ. મશીનમાં થી ચેક કરી મને કહેલ કે તમારા એ.ટી.એમ.માં તો પૈસા જ નથી તેમ કહી મને એ.ટી.એમ. પરત આપી દિધેલ બાદ હું તથા તે અજાણ્યો વ્યક્તિ એમ બન્ને જણા એ.ટી.એમ. મશીનની બહાર નીકળી ગયેલ બાદ ચંદુભાના ખાતામાંથી પૈસા ઉપડેલ ન હોય જેથી એ.ટી.એમ કાર્ડ લઇ ત્યાં બાજુમાં જ આવેલ પડધરી એસ.બી.આઈ. બેન્ક શાખામાં ગયેલ અને એ.ટી.એમ. કાર્ડ બેન્કના હાજર કર્મચારીને બતાવીને ચેક કરાવતાં બેન્ક કર્મચારીએ એ.ટી.એમ. કાર્ડ જોઇને ક હેલ કે, તમારા ખાતામા પૈસા નથી તેવુ જણાવતાં તે દિવસે બેન્કમાથી બહાર નિકળી ગયેલ અને ઘરે જતા રહેલ બાદ બીજા દિવસે ફરીવાર ચંદુભા પેન્શન જમા થયેલ છે કે કેમ ?

તે જાણવા પડધરી એસ.બી.આઈ. બેન્ક ખુલતાં જ પુત્ર પરાક્રમસિંહ સાથે બેન્કમાં જઇ એ.ટી.એમ કાર્ડ ત્યા આપી ચેક કરાવતા અમને જાણવા મળેલ કે આ એ.ટી.એમ કાર્ડ તમારા નામનુ છે જ નહી તે કાર્ડમાં કોઇ અન્ય વ્યક્તિ જેનુ નામ જે તોગડિયાનું હોય તેવુ એ.ટી.એમ. કાર્ડમાં નામ લખેલ હોય જેથી ચંદુભાને પછી ખબર પડેલ કે આ એ.ટી.એમ કાર્ડ પૈસા ઉપાડવા મદદ કરવા આવેલ શખ્સે બદલાવી લીધેલ ચંદુભાના એકાઉન્ટ માંથી અલગ-અલગ જગ્યાએ એ.ટી.એમ. મશીનમાંથી કટકે-કટકે કુલ છ ટ્રાન્જેકશન કરી કુલ. રૂૂ.56,000 ઉપાડી લીધેલ હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પડધરી પોલીસે ઠગાઈ કરનાર શખ્સને ઝડપી લીધો હતો.

Exit mobile version