Site icon Gujarat Mirror

રંગીલા સોસાયટીમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

oplus_2097184

મુજબ કુવાડવા રોડ પર નવાગામમાં આવેલી રંગીલા સોસાયટીમાં રહેતાં જયેશ રાજુભાઇ સનુરા નામનો 18 વર્ષનો યુવાન રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર નજીક હતો ત્યારે અજાણ્યા ભરવાડ જેવા શખ્સોએ પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જયેશ બંગડી બનાવવાનું કામ કરે છે.

તેના મિત્ર મિતુલ સાથે કોઇ ભરવાડ શખ્સો ઝઘડો કરતાં હોવાથી જયેશ ત્યાં જોવા ગયો હતો અને મિત્રને બચાવવા વચ્ચે પડતાં મિતુલ ભાગી ગયો હતો. આ વખતે અજાણ્યા શખ્સોએ જયેશ ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બીજા બનાવમાં પોપટપરા વિસ્તારમાં રહેતી નેન્સીબેન ચિરાગભાઈ મજેઠીયા નામની 25 વર્ષની પરિણીતા બપોરના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version