Site icon Gujarat Mirror

કાર અકસ્માતમા ઘવાયેલા યુવકને 37 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો આદેશ

કુતીયાણા અને પોરબંદર વચ્ચે આવેલા બાલોચ ગામ પાસે રોડ પર ગાય આડી ઉતરતા થયેલા કાર અકસ્માતમાં રૂૂા.37,00,000/- જેટલી માતબાર રકમ ચુકવવા વીમા કંપનીને ગોંડલ કોર્ટે હુકમ કર્યો છે .

આ કેસની હકીકત મુજબ તા.14/06/2020 ના રોજ ચિરાગ નરેશભાઈ લાખાણી તેમના ચાર મિત્ર સાથે કુતીયાણા થી પોરબંદર જતા હતા ત્યારે બાલોચ ગામ પાસે રોડ પર અચાનક ગાય આડી ઉતરતા કારના ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી, જે કાર ચાલક ચિરાગભાઈના સાથીમીત્ર હોવાથી તેમના વિરૂૂધ્ધ પોલિસ ફરીયાદ દાખલ કરેલ ન હતી.

તેમ છતાં અકસ્માતમાં ચિરાગભાઈને મણકામાં ફેકચર તથા જમણા હાથની હાંસડીમાં ફેકચર થતા કારના માલિક તથા વિમા કું. વિરૂૂધ્ધ પોલિસે કરેલ અકસ્માત નોંધના આધારે ગોંડલની કોર્ટ વળતર મળવા કલેઈમ કેસ દાખલ કરેલ અને ગોંડલની અદાલતે અરજદારને થયેલ ઈજાઓ, આવક અને ઉંમર ઘ્યાને લઈ બંને પક્ષોની દલીલ સાંભળી, અકસ્માતમાં થયેલ ફેકચર જેવી ઈજાઓના વળતર પેટે ચિરાગભાઈને રૂૂા.37,00,000/ જેટલી માતબાર રકમ ચુકવવા હુકમ ફરમાવેલ છે.આ કામમાં ચિરાગભાઈ નરેશભાઈ લાખાણી વતી એડવોકેટ હરિન એન.પુઆર તથા હિતેષ ટી. સાટોડિયા રોકાયેલ હતા.

Exit mobile version