મોરબી રોડ પરની કલ્પતરૂૂ સોસાયટીમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતાં પિન્ટુ દામજીભાઇ ડોબરિયાએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હુડકો ચોકીની બાજુમાં રહેતા મનદીપ વેકરિયા અને સાયલાના ગરભાંડી ગામના જયદીપ ભરત ખવડના નામ આપ્યા હતા. આ મામલે પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.
પિન્ટુ ડોબરિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 11 મહિના પહેલાં તેને નાણાંની જરૂૂરિયાત ઊભી થતાં તેણે પોતાની કાર વેચવાનું તેના મિત્ર મનદીપ વેકરિયાને વાત કરી હતી, મનદીપે ગરભાંડીના જયદીપ ખવડ સાથે કારનો રૂૂ.12 લાખમાં સોદો નક્કી કરાવ્યો હતો. તા.26 માર્ચના જયદીપે જસદણ ખાતે નોટરી સમક્ષ લખાણ કરાવ્યું હતું અને તેમાં રૂૂ.3 લાખ પિન્ટુને રોકડા આપી દીધાની અને બાકીના રૂૂ.9 લાખ ત્રણ મહિનામાં ચૂકવી દેશે તેવું દર્શાવ્યું હતું. જસદણથી આવ્યા બાદ મનદીપે કાર માલિક પિન્ટુને રૂૂ.1.50 લાખ આપ્યા હતા અને બાકીના રૂૂ.1.50 લાખ જયદીપ થોડા દિવસોમાં આપી દેશે તેમ કહી પિન્ટુની કાર લઇને જતો રહ્યો હતો.
થોડા દિવસો બાદ જયદીપે પૈસાની વ્યવસ્થા થઇ શકે તેમ નથી સોદો કેન્સલ કરવો છે અને તને રૂૂ.3 લાખ આપ્યા છે અને ત્રણ મહિનાનો સોદો હતો તો રૂૂ.3 લાખના 3 મહિનાના 7 ટકા વ્યાજ સહિતની રકમ આપી દેજે તેમ કહ્યું હતું. પિન્ટુએ પોતાને રૂૂ.1.50 લાખ જ મળ્યાનું કહેતા મનદીપે બાકીના રૂૂ.1.50 લાખ પોતાને જરૂૂરિયાત હોવાથી રાખ્યાનું કહ્યું હતું.
મનદીપ મિત્ર હોવાથી પિન્ટુએ તેના પર વિશ્વાસ કરી રૂૂ.1.50 લાખ અને બે મહિનાના 7 ટકા વ્યાજ મળી કુલ રૂૂ.3.42 લાખ જયદીપને આપવા માટે મનદીપને આપી દીધા હતા અને કાર લઇ આવવાનું કહ્યું હતું. ત્યારબાદ પણ મનદીપ કાર લઇ આવ્યો નહોતો અને કાર લેવા જવા માટે રૂૂ.10 હજાર પિન્ટુ પાસેથી ઉઘરાવ્યા હતા. જોકે ત્યારબાદ પણ કાર પરત આવી નહોતી, થોડા દિવસ બાદ જયદીપે ફોન કરી વધુ બે મહિનાના 7 ટકા વ્યાજ સાથે રૂૂ.3.42 લાખની ઉઘરાણી કરી હતી, પિન્ટુએ તે રકમ મનદીપને આપી દીધાનું કહ્યું હતું, પરંતુ મનદીપે તે રકમ આપી નથી તેમ કહી જયદીપે કાર પરત આપવાની ના કહી દીધી હતી, આમ મનદીપ અને જયદીપે કાર માલિક પિન્ટુ ડોબરિયાને ફસાવી તેની કાર લઇ લીધા ઉપરાંત રૂૂ.2.02 લાખ પણ મેળવી છેતરપિંડી આચરી હતી. પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
