ગુજરાત
મનપાના અધિકારીઓ અને પટેલ હિન્દુ ધર્મશાળાના ટ્રસ્ટીઓના ત્રાસથી વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફિનાઇલ પી લીધુ
શહેરના મંગળા રોડ પર ગુરુવંદના એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી યુવાનને મધરાત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ફીનાઇલ પિતા પહેલા યુવાને વિડિયો બનાવ્યો હતો જેમાં આક્ષેપ કર્યો હતો કે પોતે કનક રોડ પર આવેલ શ્રી સત્ય વિજય પટેલ હિન્દુ ધર્મ શાળા તરીકે ઓળખાતી બિલ્ડીંગના પહેલા માળે આવેલી ઓફિસના 70 વર્ષ જુના ભાડુઆત છે આ જગ્યાએ જર્જરિત થઈ ગઈ હોય તે રીપેર કરાવવા જગ્યાના માલિક સહિતના હેરાનગતિ શરૂૂ કરતા અને મહાનગરપાલિકાના અધિકારીઓ તરફથી પણ જગ્યા પાડી નાખવાની નોટિસો અપાતા તેમજ પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા કંટાળીને પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
વિરાજ જાનીએ રાત્રે પોલીસ સ્ટેશનના ગેટ પાસે ફિનાઈલ પી લીધી હતી એ પહેલા વિડીયો બનાવ્યો હતો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા એ ડીઝલ પોલીસને જાણ કરાઈ હતી સારવાર બાદ વિરાટે રજા લીધી હતી. ગઈકાલે તેણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ અરજી કરાવી હતી આ અરજીમાં તેણે રવિ નીદરોડા, આકાશ નીદરોડા, મિલકતના માલિક નંદલાલભાઈ પટેલ, મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અતુલભાઇ રાવલ અને આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર મૌલિક ટાંક સહિતનાઓના નામ આપી આક્ષેપો કર્યા છે.
વિરાજ જાનીએ અરજીમાં જણાવ્યું છે કે સત્ય વિજય પટેલ હિન્દુ ધર્મશાળા નામથી ઓળખાતી બિલ્ડીંગના પહેલા માળે અમારી ભાડાની ઓફિસ છે. જે 1954 માં મારા દાદાએ ભાડે રાખી હતી. હવે આ ઓફિસમાં હું અને મારા પિતાજી બેસીને ધંધો કરીએ છીએ ટીઆરપી ગેમજોન અગ્નિકાંડ બાદ આ જગ્યા જૂની અને જર્જરીત હોય મહાનગરપાલિકા દ્વારા જૂની અને જર્જરીત જગ્યાઓના સમારકામ રીપેરીંગ મામલે નોટિસો આપવામાં આવી રહ્યાનું અમને જાણવા મળતા અમે 70 વર્ષથી ભાડુઆત તરીકે આ જગ્યાનો કબજો ધરાવતા હોય માલિકની મૌખિક સંમતિ લઈ રિપેર કરવાની તેમની જવાબદારી હોવા છતાં અમારી જગ્યાનું અમે રીપેરીંગ ચાલુ કર્યું હતું.
પરંતુ બાદમાં ટ્રસ્ટીઓ વચ્ચેના વિવાદને કારણે અમારા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી અને ટેલેન્ટેબલ રીપેરીંગ અને સમારકામ સંબંધીત ખોટી હકીકતોને આધારે દાવો દાખલ કર્યો હતો. જોકે અદાલતે આ દાવા સંબંધે નંદલાલભાઈ પટેલને દાદ આપેલ નથી આનો લાભ કોર્પોરેશનમાં લાગવગ કે ઓળખાણને કારણે અમારા વિરુદ્ધ રજૂઆતો કરવામાં આવી હતી આ કારણે અમને બાંધકામ ગેરકાયદે છે તેવું સ્પષ્ટ કર્યા વિના નોટિસો આપવામાં આવી હતી જોકે આ નોટિસ કાયદા મુજબની ન હોય તે પ્રક્રિયાને ચેલેન્જ કરતો દાવો અમે દાખલ કર્યો હતો તેમ જ કામ ચલાવ મનાઇ હુકમની માંગણી કરી હતી આમ છતાં અમને નોટિસ અપાઇ હતી.
અદાલતમાં આ લીટીગેશનનો સબ જ્યુડિશ હોવા છતાં અમને વારંવાર નોટિસ અપાતી હોય અમે આ મામલે ન્યાય મેળવવા ગત તા.3/7 અને તા.9/7 ના રોજ પોલીસ કમિશનરને લેખિતમાં અરજીઓ કરી હતી આ ઉપરાંત તા.20/7 ના રોજ એ ડિવિઝનમાં પણ અરજી કરી હતી જોકે અમને ન્યાય મળે તેવી કાર્યવાહી થઈ નહોતી અમને સતત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અમારી ભાડાની જગ્યાનું બાંધકામ દૂર કરવાની નોટિસો મળતી હોય અને ધમકીઓ મળતી હોય અમારે આ અરજીઓ કરવી પડી છે તેમ વધુમાં વિરાજ જાનીએ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું. દરમિયાન ગતરાતે તેને પોલીસ સ્ટેશન પાસે વિડીયો બનાવી ફીનાઇલ પી લીધું હતું અરજીમાં જેના નામ છે તે તમામ સામે વીડિયોમાં આક્ષેપો કર્યા હોય પોલીસે તપાસ હાથ ધરી છે.