પુત્ર પાસે ધૂળનો ઢગલો ઉપાડવાની ના પાડતાં કાકાને ભત્રીજાએ માર માર્યો

શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર ચામુંડાનગરમાં પુત્ર પાસે ધુળનો ઢગલો ઉપાડવાની ના પાડતાં કાકા ઉપર ભત્રીજાએ હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે…

શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર ચામુંડાનગરમાં પુત્ર પાસે ધુળનો ઢગલો ઉપાડવાની ના પાડતાં કાકા ઉપર ભત્રીજાએ હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યારે હનુમાન મઢી ચોક પાસે યુવાન ઉપર પકોડાના ધંધાર્થીએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ, કુવાડવા રોડ પર ચામુંડાનગરમાં રહેતાં મુકેશભાઈ મનુભાઈ સેખલીયા (ઉ.54) નામના પ્રૌઢ ગત તા.23નાં ઘર પાસે હતાં ત્યારે તેના ભત્રીજા આશીષ અરવિંદે ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારતાં તેણે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં ભત્રીજો આશીષ મુકેશભાઈના પુત્ર યશને ઘર પાસેથી ધુળનો ઢગલો ઉપડાવતો હોય જેથી મુકેશભાઈએ માર દીકરાને ધુળનો ઢગલો કેમ લેવડાવશ તેમ કહી કહેતાં ભત્રીજાએ માર માર્યાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજા બનાવમાં રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલા છોટુનગરમાં રહેતો સંજય બાલાભાઈ રપુચા (ઉ.30) નામનો યુવાન આજે સવારે હનુમાન મઢી ચોકમાં પકોડા લેવા ગયો હતો ત્યારે પકોડાના ધંધાર્થીએ કોઈ કારણોસર ઝઘડો કરી ધોકા વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.