Site icon Gujarat Mirror

લખતર નજીક કારના ચાલકે બાઈકને ઉલાળતા યુવાનનું ઘટનાસ્થળે મોત

લખતર-વઢવાણ હાઈવે પર લખતરથી અંદાજે અડધો કિલોમીટર દૂર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાથમિક તપાસમાં મૃતક બાઈકચાલકની ઓળખ પંકજ ખુમાન તરીકે થઈ છે. તે મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને હાલ લખતર જીઆઈડીસી નજીક રહેતો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લખતર પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ટ્રાફિક હળવો કરી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.આ સમગ્ર ઘટના અંગે લખતર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Exit mobile version