Site icon Gujarat Mirror

જામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોત

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે હાઈવે રોડ પર ગઈકાલે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને પુરપાટ ઝડપે આવી રહેતી બોલેરો કારના ચાલકે હડફેટ માં લઇ કચડી નાખવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા ગૌતમ કાનજીભાઈ પરમાર નામના યુવાને જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પિતા કાનજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 45) ને હડફેટમાં લઈ મૃત્યુ નીપજાવવા અંગે જી જે 37 વી. 8338 નંબરની બોલેરો ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ગૌતમભાઈ ના પિતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ પરમાર (ઉમર વર્ષ 45) કે જેઓ કનસુમરા ગામના પાટીયા પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાથી બનાવના સ્થળ પરજ કરુંણ મૃત્યુ નીપજયું હતું.
જે બનાવ અંગે ગૌતમ પરમારે જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version