લાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયા

રાજકોટ રેન્જની ટીમે અલગ-અલગ બે કેસમાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા ખુનના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના…

રાજકોટ રેન્જની ટીમે અલગ-અલગ બે કેસમાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા ખુનના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપી રાહુલ જેકરઅલી શેખને પશ્ચિમ બંગાળના નાઝીરપુર જીલ્લાના નાદીયા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો. અને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે લાલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. અન્ય એક સફળ કામગીરીમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પોલીસ સ્ટેશનના હત્યાના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કામનો કેદી તા. 07/08/2015ના રોજ ફર્લો રજા મેળવ્યા બાદ પરત ન ફરીને 11 વર્ષથી ફરાર હતો. ત્યારે ચોક્કસ માહિતી અને ટેકનિકલ ટીમના સહયોગથી તામિલનાડુ રાજ્યના ટી-પાઝુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફર્લો જમ્પ કરનાર કેદી તામિલમણી ઉર્ફે તાવમણી સ્વામીનાથન ને વેશપલટો કરી પકડી પાડ્યો હતો. કાગળની જરૂૂરી કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સુચનાને આધારે પી.આઈ એ.એસ.પટેલ,પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા સાથે ટીમના સંદિપસિહ ઝાલા, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ અને ધર્મેન્દ્રસિહ જાડેજા ટેકનીકલ સ્ટાફ બળદેવસિહ સોલંકી, નરેન્દ્રસિહ રાઠોડ, બલદેવસીંગ વિરદી તથા આશાબેન પટેલે કામગીરી કરી હતી.