ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી અને મોંઘા ભાવના કારણે રોકાણની પેટર્ન બદલાઇ રહી છે અને રોકાણકારો રિયલ એસ્ટેટ છોડીને મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. જેના કારણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો ફલો સતત વધી રહ્યો છે અને સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (જઈંઙ)નું પ્રમાણ પણ વધી રહ્યુ છે.
ગુજરાતના મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં નવી લહેર જોવા મળી રહી છે. રિટાયર્ડ વ્યક્તિઓ અને વારસામાં મળેલી સંપત્તિ ધરાવતા લોકો પોતાની રિયલ એસ્ટેટ હોલ્ડિંગ્સ વેચીને તેની રકમને પ્રોફેશનલી મેનેજ્ડ ફાઇનાન્સિયલ પોર્ટફોલિયોમાં રોકવાનું પસંદ કરી રહ્યા છે. વેલ્થ મેનેજર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સના અનુસાર આ વલણ વધી રહ્યું છે. ખાસ કરીને નોકરીયાતો, નાના ધંધાર્થીઓ, પેન્શનરો જેવો વર્ગ મ્યુચ્યુઅલ ફંડ તરફ ઝડપથી આકર્ષાઇ રહ્યો છે.
રિટાયર્મેન્ટ પછી નિયમિત આવક, વધુ લિક્વિડિટી અને સરળ વારસાગત ટ્રાન્સમિશનની જરૂૂરિયાતને કારણે આ સ્થાનાંતરણ થઈ રહ્યું છે. ખાસ કરીને તેવા કુટુંબોમાં જ્યાં સંતાનો વિદેશ અથવા અન્ય શહેરોમાં વસ્યા છે, ત્યાં ફિઝિકલ એસેટ્સનું મેનેજમેન્ટ અને ટ્રાન્સફર વધુ જટિલ બની જાય છે.
59 વર્ષીય કંપની સેક્રેટરી ઉમેશ વેદે તાજેતરમાં પોતાની રિયલ એસ્ટેટ સંપત્તિને ફાઇનાન્સિયલ એસેટ્સમાં ક્ધવર્ટ કરી છે. તેઓ કહે છે, હું લાંબા સમયથી ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરું છું. આ એસેટ્સને કાનૂની વારસદારોને ટ્રાન્સફર કરવા ઘણા સરળ છે. સોના-ચાંદીમાં દુરુપયોગ અથવા વિવાદનું જોખમ વધારે છે.
વેલ્થ મેનેજર મુમુક્ષુ દેસાઈ કહે છે કે, 50-60 વર્ષની વયના લોકો તેમની એસેટ્સને ક્ધસોલિડેટ કરવાનું શરૂૂ કરી રહ્યા છે. જો સંતાનો અન્ય શહેર કે વિદેશમાં હોય તો રિયલ એસ્ટેટનું ટ્રાન્સમિશન લાંબી અને જટિલ પ્રક્રિયા બની જાય છે. મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી ફાઇનાન્સિયલ એસેટ્સ આ માટે ઘણી સરળ છે.
ફાઇનાન્સિયલ એડ્વાઇઝર્સના મતે ઇક્વિટી માર્કેટ્સમાં વધતો વિશ્વાસ અને ટ્રેડિશનલ સેવિંગ્સ સ્કીમ્સના ઓછા રિટર્ન્સ આ ટ્રાન્ઝિશનને વેગ આપી રહ્યા છે. જયદેવસિંહ ચૂડાસમા કહે છે કે, નેશનલ પેન્શન સિસ્ટમ (ગઙજ) દ્વારા સરકારના ઇક્વિટી એક્સપોઝરે લોકોનો વિશ્વાસ વધાર્યો છે અને ફિક્સ્ડ ડિપોઝિટના ઘટતા રેટ્સ પણ એક કારણ છે.
છેલ્લા વર્ષે ટેક્નિકલ કોલેજના પ્રિન્સિપાલ તરીકે રિટાયર થયેલા પરેશ રાવલે પોતાનું આખું રિટાયર્મેન્ટ કોર્પસ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોક્યું છે. તેઓ કહે છે, બેંક ડિપોઝિટ અને અન્ય ગેરન્ટીડ સ્કીમ્સના રિટર્ન્સ ઘટી ગયા છે. વળી રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ જરૂૂરી છે અને જરૂૂર પડે ત્યારે વેચવું મુશ્કેલ છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં જરૂૂરી રકમ ઉપાડી શકાય છે અને ઝડપથી પૈસા મળે છે.
ઉદ્યોગપતિ હાર્દિક આચાર્ય કહે છે કે, ટેક્સ, મેઇન્ટેનન્સ કોસ્ટ અને લિક્વિડિટીને ધ્યાનમાં રાખીને રિટર્ન્સનું મૂલ્યાંકન વધી રહ્યું છે. અફલાતૂન રોકાણકારો વૈકલ્પિક એસેટ્સ જેમ કે પ્રાઇવેટ ઇક્વિટી અને સ્ટાર્ટઅપ્સ તરફ પણ વળી રહ્યા છે. આ ટ્રેન્ડ ગુજરાતીઓના રોકાણ વ્યવહારમાં મોટો પરિવર્તન દર્શાવે છે પરંપરાગત ‘ઈંટો’ (રિયલ એસ્ટેટ) ને બદલે વધુ સ્માર્ટ અને લિક્વિડ ‘SIPs’ અને ફાઇનાન્સિયલ એસેટ્સ તરફ વળવું.
મ્યુચ્યુઅલ ફંડ તરફ આકર્ષણના અનેક કારણો
જાણકારોનું કહેવુ છે કે, રિયલ એસ્ટેટ સેક્ટરમાં નાના રોકાણકારો માટે ખાસ કલાસ રહ્યો નથી. વળી હાલ રિયલ એસ્ટેટ સેક્ટર મંદીના દોરમાંથી પસાર થઇ રહ્યુ છે અને મોંઘવારીના કારણે ભાવો પણ ખુબ વધ્યા છે. જેના કારણે આ ક્ષેત્રમાંથી નાના અને મધ્યમ રોકાણકારો નીકળવા લાગ્યા છે. આ ઉ5રાંત જમીન, મકાન, ફલેટ કે, કોમર્શિયલ પ્રોજેક્ટમાં રોકાણ બાદ રોકાણકારોની મુડી બ્લોક થઇ જાય છે અને ઇચ્છે ત્યારે વેચાણ કરી શકતા નથી, તેમજ રિટર્નની પણ ખાસ ગેંરટી હોતી નથી. ગુજરાતમાં ભાડાની આવકનો રેસિયો પણ રોકાણના સરેરાશ 4 થી 5 ટકા જ રહેતો હોવાથી રોકાણકારો રિયલ એસ્ટેટ ક્ષેત્ર તરફથી મોં ફેરવી રહ્યા છે. જયારે મ્યુચ્યુઅલ ફંડમાં બેંક એફ.ડી. તેમજ ભાડાની આવક કરતા રિટર્ન વધુ મળી રહ્ય છે. મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી મોટો ફાયદો એ છે કે, રોકાણકાર ધારે ત્યારે ફંડ પરત મેળવી શકે છે. જયારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં આ વાત શકય નથી તેથી રોકાણકારોનું આકર્ષણ મ્યુચ્યુઅલ ફંડ તરફ વધી રહ્યુ છે. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડમાં રિયલ એસ્ટેટની માફક એક સાથે મોટુ રોકાણ કરવુ પડતુ નથી અને નાના-મોટા ટુકડામાં પણ રોકાણ કરી શકાય છે અને ગમે ત્યારે ફંડમાંથી સંપૂર્ણ રકમ કે, જરૂરિયાત મુજબની રકમ પરત પણ ખેંચી શકાય છે. જે બાબત મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝને વધુ મજબૂત બનાવે છે.
