રાષ્ટ્રીય

જમ્મુમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં બે આતંકી ઠાર

Published

on


જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અથડામણ થઇ હતી જેમાં બે આતંકી ઠાર મરાયા હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગ દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ વિસ્તાર આખો ગાઢ જંગલ અને પહાડોથી ઘેરાયેલો છે હાલ અહીં સર્ચ ઓપરેશન ચાલુ છે.

આજે સવારે જાણવા મળ્યું હતું કે ગંદોહના બજ્જર સિન્નુ વિસ્તારમાં આતંકવાદીઓ જોવા મળ્યા હતા. જે બાદ સુરક્ષા દળો તરત જ સિન્નુ તરફ વળ્યા. સૈનિકોને તેમના ઠેકાણા તરફ આવતા જોઈને આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનું છે કે ડોડાના છત્તરગલા અને ગંદોહમાં 11 અને 12 જૂને આતંકીઓએ સુરક્ષાદળોની ચોકી પર હુમલો કર્યો હતો. જેમા 6 સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા.
11 જૂને મોડી રાત્રે ડોડાના ભદરવાહ તાલુકાના છત્રગલાનમાં નાકા પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીને કારણે એન્કાઉન્ટર શરૂૂ થયું હતું, પરંતુ આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં સેનાના પાંચ જવાનો અને એક SPO (સ્પેશિયલ પોલીસ ઓફિસર) ઘાયલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version