રાષ્ટ્રીય

ઈન્દોરમાં BMW કાર અડફેટે સ્કૂટર સવાર બે યુવતીનાં મોત

Published

on

મિત્રના જન્મદિવસે નબીરાએ રીંગ સાઈડમાં કારચલાવી સર્જ્યો અકસ્માત

મધ્યપ્રદેશના ઈન્દોરમાં પૂરપાટે આવતી ઇખઠ ઈફિ એ સ્કૂટી પર સવાર બે યુવતીઓને ભયાવહ ટક્કર મારી હતી. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં બંને યુવતીઓ ઘટનાસ્થળ પર ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યારે સ્થાનિકોએ બંને યુવતીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. પરંતુ સારવાર દરમિયાન આ બંને યુવતીઓનું મોત નિપજ્યું હતું.
ઈન્દોર પોલીસે આ સમગ્ર મામલે કેસ દાખલ કરી તે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના ઈન્દોરના મહાલક્ષ્મી વિસ્તારમાં બની હતી. અહેવાલ અનુસાર દીક્ષા જાદૌન અને લક્ષ્મી તોમર નામની બે યુવતીઓ મેળોમાંથી પોતાના ઘરે જવા માટે પરત ફરી રહી હતી. ત્યારે રોંગ સાઈડમાંથી એક ઇખઠ ઈફિ આવી હતી.


એ યુવતીઓની સ્કૂટી સાથે ટક્કર મારી હતી. તો આ ટક્કર ખુબ જ ભયાવહ હતી. તેના કારણે આ બંને યુવતીઓ ઘટનાસ્થળ પર ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેના કારણે બંને યુવતીઓ રસ્તા પર બેહોશ થઈ ગઈ હતી. ત્યારે તુરંત સ્થાનિકોએ તેમને હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. તો ઇખઠ ઈફિ નો ડ્રાઈવર યુવતીઓને ટક્કર મારીને ઈફિ છોડીને ભાગી ગયો હતો. તો પોલીસ તપાસમાં માલૂમ પડ્યું છે કે, આરોપી પોતાના મિત્રના જન્મદિવસ માટે કેક લઈને જતો હતો. ત્યારે જલ્દી પહોંચવા માટે રોંગ સાઈડમાં ઈફિ ચલાવી દીધી હતી.


ડ્રાઈવરનું નામ ગજેન્દ્ર પ્રતાપ સિંહ છે. તો આરોપી વિરુદ્ધ પોલીસે કલમ 105 હેઠળ કેસ દાખલ કર્યો છે. અને હાલમાં આરોપી જેલીની અંદર છે. આરોપીએ પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે થોડા સમય પહેલા સેક્ધડ હેન્ડ ઈફિ ખરીદી હતી અને તે ટાસ્ક યુએસ કંપનીમાં કામ કરેએ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version