Site icon Gujarat Mirror

જેતપુરમાં 96 બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે બે શખ્સો ઝડપાયા, બુટલેગર ફરાર

જેતપુરમાં રિક્ષામાં દારૂૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે 96 બોટલ દારૂૂ ભરેલી રિક્ષા અને તેનું પાઈલોટીંગ કરતા બાઈક ચાલકને ઝડપી લીધો હતો. જ્યારે આ સમગ્ર દારૂૂ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર ફરાર થવામાં સફળ રહ્યો છે. પોલીસે દારૂૂ, વાહનો અને રોકડ રકમ મળી કુલ રૂૂ. 2,06,972/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી વિગતો અનુસાર, જેતપુર સીટી પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે જેતપુર સીટી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ, જુનાગઢના સંજયનગર, નસીબ પાન વાળી ગલીમાં રહેતા રામભાઈ પુનાભાઈ કોડીયાતરના કહેવાથી અન્ય બે આરોપીઓ અજય અજયભાઈ ઉર્ફે એકે પુનાભાઇ કોડીયાતર તથા વિરેન ઉર્ફે કાનો નારણભાઇ કોડીયાતર ગેરકાયદે દારૂૂનો જથ્થો સપ્લાય કરી રહ્યા હતા. આ દારૂૂની હેરાફેરી માટે સાહેદ હિરાલાલ કાનજીભાઇ સાંબડની રીક્ષા નંબર: GJ-09-AX-1914નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અજય કોડીયાતર પોતાના મોટર સાઇકલ નંબર: GJ-11-CP-8992 પર આગળ પાયલોટીંગ કરી રહ્યો હતો, જેથી દારૂૂથી ભરેલી રિક્ષાને સલામત સ્થળે પહોંચાડી શકાય.

પોલીસે દરોડો પાડતા રિક્ષા માંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂૂની 96 બોટલો અને રિક્ષા તેમજ મોટર સાઇકલ મળી કુલ રૂૂ.2,06,972 નો મુદ્દામાલ સીઝ કર્યો છે. કાનૂની કાર્યવાહી અને આગળની તપાસ જેતપુર સીટી પોલીસે પ્રોહિબિશન એક્ટની ગુનો નોંધી અજય કોડીયાતર અને વિરેન કોડીયાતરની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર રામભાઈ કોડીયાતર હાજર ન મળી આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જી.મકવાણા ચલાવી રહ્યા છે.

Exit mobile version