ગીર આસપાસ વધતા વન્યજીવોના હુમલાથી ચિંતા, સરકારને 8 મુદ્દાનો ઉકેલ મોકલાયો

ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહ તથા દીપડા દ્વારા માનવ પર થતા હુમલાની ઘટનાઓમાં વધારો થતાં હવે વન્યજીવ-માનવ સંઘર્ષનો મુદ્દો ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. એક…

ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહ તથા દીપડા દ્વારા માનવ પર થતા હુમલાની ઘટનાઓમાં વધારો થતાં હવે વન્યજીવ-માનવ સંઘર્ષનો મુદ્દો ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ ખેડૂતોને ભૂંડ, નીલગાય અને રેઢિયાર પશુઓથી પાક બચાવવા રાત-દિવસ ખેતરોમાં ઉજાગરા કરવા પડે છે, તો બીજી તરફ સિંહ અને દીપડાના હુમલાથી માનવજીવન જોખમમાં મુકાઈ રહ્યું છે. આવા સંજોગોમાં સરકારની વન્યજીવ વ્યવસ્થાપન નીતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

સર્વ જીવ પર્યાવરણ ટ્રસ્ટના મહામંત્રી પ્રકાશ ડી. ટાંકે રાજ્યના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પત્ર પાઠવી ગીર વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગીરના સિંહો સાથે વર્ષોથી માનવ અને માલધારીઓનું સહઅસ્તિત્વ રહ્યું છે, પરંતુ તાજેતરમાં સિંહ દ્વારા માનવ પર હુમલા અને માનવ શરીરના ભક્ષણ જેવીઘટનાઓસામેઆવવી અત્યંત ચિંતાજનક છે.

પત્રમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે કે, વન્યજીવો ના હુમલા બાદ માત્ર વળતર આપવાની વ્યવસ્થા પૂરતી નથી. માનવ અને વન્યજીવ વચ્ચે વધતા સંઘર્ષના મૂળ કારણો શોધી તેનો કાયમી ઉકેલ લાવવો જરૂૂરી છે.
પ્રકાશભાઈ ટાંકે ગીર વિસ્તારમાં ફરી સ્વૈચ્છિક ધોરણે માલધારીઓના વસવાટ અંગે વિચારણા કરવા, જંગલ વિસ્તારમાં ચેકડેમ અને તળાવો બનાવી બારેમાસપાણી ની વ્યવસ્થા કરવા તથા રેવન્યુ વિસ્તારમાં વસવાટકરતા સિંહ, દીપડા, નીલગાય, ભૂંડ અને રેઢિયાર પશુઓને યોગ્ય આયોજન સાથે જંગલ તરફ ખસેડવા સૂચન કર્યું છે.

રેવન્યુ વિસ્તારમાં વન્યજીવોની વધતી હાજરીના કારણે ખેડૂતોને પાક નુકસાન તેમજ જીવના જોખમ બંનેનો સામનો કરવો પડી રહ્યો છે. સિંહ-દીપડા જેવા હિંસક પ્રાણીઓને જંગલ તરફ ખસેડવા સાથે જ નીલગાય અને ભૂંડ જેવા તૃણાહારી પ્રાણીઓનું પણ યોગ્ય સ્થળાંતર કરવું જરૂૂરી હોવાનું પત્રમાં જણાવાયું છે.