Site icon Gujarat Mirror

જામનગર જિલ્લાના 25 ડેમોમાં માત્ર 10.24 ટકા પાણી

જામનગર જિલ્લામાં ચોમાસાની સિઝન આગળ વધી રહી હોવા છતાં જિલ્લાના જળાશયોમાં પાણીનો સંગ્રહ હજુ ઘણો ઓછો છે. સિંચાઈ વિભાગ દ્વારા તા. 15 સપ્ટેમ્બરે સવારે 8થી 10 વાગ્યા દરમિયાન જાહેર કરાયેલી સ્થિતિ મુજબ જિલ્લાના કુલ 25 જળાશયોની 11,988.87 એમસીએફટીની કુલ સંગ્રહ ક્ષમતા સામે હાલ 1,227.20 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ જિલ્લાના તમામ ડેમોમાં સરેરાશ માત્ર 1.24 ટકા જળસંગ્રહ નોંધાયો છે.

જિલ્લામાં ટકાવારીની દૃષ્ટિએ ઉંડ-4 ડેમમાં સૌથી વધુ 36.42 ટકા પાણી ભરાયેલું છે. ત્યારબાદ ઉમિયાસાગર ડેમમાં 29.89 ટકા, બાલંભડીમાં 28.53 ટકા, પન્ના ડેમમાં 27.71 ટકા અને જામનગર શહેર માટે મહત્વના રણજીતસાગર ડેમમાં 25.18 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ફુલઝર (કોબા) ડેમમાં 19.27 ટકા તથા વાગડિયા ડેમમાં 19.8 ટકા પાણી સંગ્રહિત છે.

અન્ય જળાશયોની સ્થિતિ જોઈએ તો સસોઈમાં 5.74 ટકા, રંગમતીમાં 2.26 ટકા, વિજરખીમાં માત્ર 0.68 ટકા, સપડામાં 12.29 ટકા, ફોફળ-2 માં 7. ટકા, ઉંડ-માં 5.60 ટકા અને ફુલઝર-1માં 13.98 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ફુલઝર-2, રૂૂપાવટી અને વોડીસાંગ ડેમમાં રિપોર્ટ મુજબ પાણીનો નોંધાયેલ સંગ્રહ શૂન્ય છે.
ઉંડ-1 ડેમમાં 7.98 ટકા, ડાઈ મિણસરમાં 12.46 ટકા, આજી-4માં 10.95 ટકા, રૂૂપારેલમાં 13.16 ટકા અને સસોઈ-2માં માત્ર 4ટકા જળસંગ્રહ નોંધાયો છે. ઉંડ-2માં તો માત્ર 0.04 ટકા પાણી ઉપલબ્ધ હોવાનું સિંચાઈ વિભાગના આંકડામાં દર્શાવાયું છે. રિપોર્ટ સમયે મોટાભાગના ડેમોમાં પાણીની નવી આવક નોંધાઈ ન હતી. ઉંડ-1માં 90 ક્યુસેક પાણીની આવક જ્યારે ઉંડ-4માં 1.39 ક્યુસેક આવક નોંધાઈ હતી.

Exit mobile version