નાગેશ્ર્વર પાસે ફાયરિંગની ઘટનામાં વધુ બે શખ્સોની બે પિસ્તોલ સાથે ધરપકડ

શહેરના જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે આવેલ જેમ્કો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે ગત તા. 10/05/2026ના રોજ બનેલી ફાયરિંગની ઘટનામાં રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન…

શહેરના જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે આવેલ જેમ્કો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે ગત તા. 10/05/2026ના રોજ બનેલી ફાયરિંગની ઘટનામાં રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ક્રાઈમ બ્રાંચની ટીમને મોટી સફળતા મળી છે. આ મામલે વધુ બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ગુનામાં વપરાયેલ પરાશરપાર્ક પાસે પ્લોટમાં દાટેલી બે પિસ્તોલ કબજે કરવામાં આવી છે. તેમજ જાહેરમાં સશસ્ત્ર અથડામણ થઈ તેમાં સંડોવાયેલા બે શખ્સોની ધરપકડ કરી બન્નેને સાથે રાખી સમગ્ર ઘટનાની રી-ક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું. અગાઉ એસઓજીએ પરવાનાવાળી રિવોલ્વર પણ કબજે કરી હતી.

જામનગર રોડ પર વિનાયક વાટિકામાં રહેતા દિવ્યરાજસિંહ મજબુતસિંહ સરવૈયા અને રામદેવ લક્ષ્મણ ડાંગર વચ્ચે રૂૂ.25 હજારની ઉઘરાણીને લઇ હિંસક અથડામણ થઈ હતી. સીસીટીવી ફૂટેજ મુજબ, દિવ્યરાજસિંહ પોતાની સફેદ કલરની બલેનો કાર લઈને ધસી આવ્યો હતો અને પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી રામદેવ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સામા પક્ષે રામદેવે પણ પોતાની પાસે રહેલી ગેરકાયદેસર દેશી પિસ્તોલ કાઢી વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાજર લોકોએ તેને રોકી લીધો હતો.

પોલીસની કાર્યવાહી ચોંકાવનારી વાત એ છે કે આટલી ગંભીર ઘટના બાદ બંને પક્ષોએ અંદરોઅંદર સમાધાન કરી લીધું હતું. જોકે, ગુનાની ગંભીરતા જોતા ગાંધીગ્રામ પોલીસના પીએસઆઈ જોશી પોતે સરકાર તરફે ફરિયાદી બન્યા હતા.

આ બનાવમાં એસઓજીના નવનિયુક્ત પીઆઈ ચૌધરીએ બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી દિવ્યરાજસિંહ સરવૈયાનું લાયસન્સવાળું હથિયાર અને કારતુસ તેમજ એક સફેદ બલેનો કાર અને ફોર્ચ્યુનર કાર અને ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા હતા.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એસઓજીના પી.આઈ. એન.બી. ચૌધરી તથા ડી.સી.બી. પી.આઈ. એમ.આર. ગોંડલીયાની ટીમ તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન પરાસર પાર્ક-1 શેરી નં. 3 ના છેડે ખુલ્લા પટ્ટમાં દાટેલી હાલતમાં બે દેશી બનાવટની પિસ્તોલ અને 7 જીવતા કાર્ટીસ શોધી કાઢવામાં આવ્યા. આ હથિયાર ધંટેશ્વર પાર્ક પાસે રહેતા કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા (ઉ.વ. 33) અને પરાસર પાર્કમાં રહેતા અજયરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા (ઉ.વ. 32)ની ધરપકડ કરી હતી. એસઓજીએ રહેતા દિવ્યરાજસિંહ સરવૈયા અને રામદેવ ડાંગરને સાથે રાખી સમગ્ર ઘટનાની રી-ક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું. રાજકોટમાં છેલ્લા છ મહિનામાં અડધો ડઝનથી વધુ ગેંગ સામે ’ગુજસીટોક’ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં માથાભારે તત્વોમાં પોલીસનો કોઈ ડર રહ્યો હોય તેમ જણાતું નથી. શહેરમાં શેરીએ-ગલીએ લુખ્ખા તત્વોનો ત્રાસ યથાવત છે, જેના કારણે સામાન્ય નાગરિકોની શાંતિ જોખમાઈ રહી છે. પોલીસ આવા તત્વો સામે કડક હાથે કામ લેવામાં ક્યાંક ઉણી ઉતરતી હોય તેમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બી.બસિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોડલીયા, સી.એચ.જાદવ સાથે એસ.ઓ.જી. શાખાના પી.આઈ એન.બી.ચૌધરી ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.પી.ઝાલા, એ.એન.પરમાર, દિપકભાઇ ડાંગર , જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સભાડ , કૃષ્ણદેવસિંહ ઝાલા, ગોપાલભાઇ પાટીલ , મયુરસિંહ જાડેજા , મનિષભાઇ ચાવડા. ઉપરાંત એસ.ઓ.જી. શાખાના પીએસઆઈ વી.કે.ઝાલા, એ.એસ.આઇ. અરૂૂણભાઇ બાંભણીયા, ઇન્દ્રસિંહ જાડેજા , ફિરોજભાઇ રાઠોડ , વિરેન્દ્રસિંહ ઝાલા , મૌલિકભાઇ સાવલીયા , દિગ્વિજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.